Abtak Media Google News

તમામ હોસ્પિટલ ફુલ: ઓકિસજન અને બેડ માટે લોકોની દોડાદોડી

ગોંડલ વિસ્તાર માં કોરોના વિકરાળ બની રહ્યો છે.આરોગ્ય તંત્ર ની છુપાછુપી વચ્ચે ઘરે ઘરે કોરોના ડોકિયાં તાણી રહ્યા ની ભયાવહ સ્થિતી સર્જાઇ છે.સ્મશાન ગૃહ મુકતેશ્રવર મુક્તિધામ અનુસાર દરરોજ  કોરોના પીડીત એક મૃતદેહ અગ્નીદાહ માટે લવાઇ રહ્યો છે.ગોંડલમાં કોરોના પોઝીટીવ નાં કેસ બેકાબુ બન્યા છે.સિવિલ હોસ્પિટલ કોવિડ વિભાગના તમામ 54 બેડ ભરેલાં પડયાં છે.શહેર ની ડો.સુખવાલા હોસ્પિટલ,શ્રીજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ,ડો.બેલડીયા હોસ્પિટલ સહીત તમામ આઇસીયુ કોરોના દર્દીઓ થી ફુલ થઇ ચુક્યાં છે.તમામ હોસ્પિટલ માં લાંબા વેઇટીંગ બોલી રહ્યા છે.રોજીંદા ત્રણસો થી ચારસો સીટીસ્કાન નાં રિપોટઁ થઇ રહ્યા છે.તેમ છતાં ઓકસીજન અને બેડ માટે લોકો માં  દોડાદોડી થઇ પડી છે.જેને કારણે દહેશત નો માહોલ સર્જાયો છે.દરમ્યાન અમૃત હોસ્પિટલ શરું કરવાં પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા તજવીજ હાથ ધરાઇ છે.તેમનાં જણાંવ્યા મુજબ આવતીકાલ થી ખટારાસ્ટેન્ડ પાસે ની અમૃત કોવિડ હોસ્પિટલ કાયઁરત થશે.જેનું સંપુર્ણ મોનિટરીંગ સિવિલ હોસ્પિટલ દ્વારા કરાશે.ખાનગી તબીબો ખુદ પોતાની હોસ્પિટલમાં થી નવરાં રહેતાં નાં હોય અમૃત હોસ્પિટલ માટે જિલ્લામાં થી તબીબી ટીમ ની વ્યવસ્થા કરાયાં નું પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા જણાવાયું હતું.સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. વાણવી નાં જણાવ્યાં અનુસાર અમૃત હોસ્પિટલ માટે પચાસ બેડ ઓકસીજન સહીત ની સુવિધા સાથે ઉપલબ્ધ કરાયાં છે.જેનું સંચાલન સિવિલ હોસ્પિટલ દ્વારા કરાશે. મુકતેશ્રવર મુક્તિ ધામ નાં સંચાલક અરવિંદભાઇ ભાલાળા નાં જણાવ્યાં મુજબ હાલ દરરોજ કોરોના થી મૃત્યુ પામેલી  વ્યક્તિ અગ્નિદાહ માટે સ્મશાનગૃહ માં લવાઇ રહીં છે.કોરોના નો મૃત્યુદર  પણ ચોંકાવનારો છે.શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ વિકટભરી બનતી જાય છે.ભુણાવા અને ગોમટા ગામે સંવયંભુ લોકડાઉન જાહેર કરાયું છે.ગોંડલ ની પરિસ્થિતિ સ્ફોટક બનતી જાય છે.બીજી બાજુ સોશ્યલ ડિસ્ટન્સ ને અવગણી તથાં માસ્ક ના પહેરી લોકો લાપરવાહી દાખવી રહ્યા છે.તંત્ર કડક કાયઁ વાહી હાથ ધરે તેવી માંગ ઉઠવાં પામી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.