Abtak Media Google News

કેશોદમાં લોક ભાગીદારીથી 100 બેડ કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરાઈ છે જેમાં કેશોદ સ્થાનીક આરોગ્ય તંત્ર, ધારાસભ્ય,રાજકીય-સામાજીક આગેવાનો સહિતના હાજર રહ્યા હતા ખાસ કેશોદ કોવિડ કેર હોસ્પિટલમાં આઇસોલેશન, ઓકસીજન સહિતની તમામ સારવાર વિનામુલ્યે આપવામાં આવશે અને તમામ દર્દીઓને રહેવા,જમવા, ચા, પાણી, નાસ્તા સહિતના સેવાઓ પણ ફ્રી માં આપવામાં આવશે

જેમાં કેશોદ ના ખાનગી અને સરકારી ડોકટરો, મેડિકલ સ્ટાફ સહિત કેશોદ કોવિડ હોસ્પિટલમાં ફ્રી સેવા આપશે જેમાં કેશોદ ના કોરોના સંક્રમિત દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે કોવિડ હોસ્પિટલ ઉભી કરવા માટે કેશોદ પટેલ વિદ્યાર્થી આશ્રમ ખાતે દાતા ઓ અને સર્વ જ્ઞાતિના લોકો ના નેજા હેઠળ શરૂ કરી દેવાઇ છે જેમાં કેશોદ ના દર્દીઓને સારવાર માટે 100 બેડની કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે

કેશોદ માં સતત વધી રહેલા કોરોના ને લઈ ઓછા સમયમાં કોવિડ હોસ્પિટલ ઊભું કરવામાં આવ્યું છે.દાખલ દર્દીના ઓક્સિજન સ્તરની દેખરેખ રાખવા માટે મોનિટર્સ પણ વસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આવેલા દર્દીનું તરત જ ઓક્સિજન માપીને ઝડપી સારવાર આપવા માટે ઓક્સિમીટર અને ઓક્સિજન માસ્ક વગેરેની વ્યવસ્થા ખૂબ જ ટૂંકા ગાળામાં કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.