Abtak Media Google News

વડાપ્રધાન મોદીનું પણ ટિવટર એકાઉન્ટ હેક થયું બીટકોઈનને લીગલ ટેન્ડર તરીકે માન્યતા આપવાની વાત વહેતી થઈ

 

અબતક, નવીદિલ્હી

હાલ સાયબર હેકરો પૂરજોશમાં જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં છેલ્લા એક વર્ષમાં સરકારી ઓર્ગેનાઇઝેશન પર 30 હજાર સાયબર હુમલા થયા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. એટલું જ નહીં બીજી તરફ સાયબર હેકરોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ ટ્વિટર એકાઉન્ટ હેક કરી એ વાત વહેતી મૂકી કે ભારતે ક્રિપટો અને બીટકોઈનને  લીગલ ટેન્ડર તરીકે માન્યતા આપી દીધી છે.

પ્રધાનમંત્રી કાર્યાલય  આ મુદ્દે જડપભેર કાર્યવાહી શરૂ કરી હતી અને વડાપ્રધાન નું ટ્વીટર એકાઉન્ટ પર સિક્યોર કરી લીધું હતું. સાયબર હેકરોએ આ પ્રથમ વખત નહીં આ પ્રકારના હુમલાઓ અનેક વખત અનેક રાજકારણીઓ અને સેલિબ્રિટી ઉપર કર્યા છે. સાયબર હુમલા થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે જે રીતે સાયબર સુરક્ષા વધારવી જોઈએ અને ટેકનોલોજી અને અપગ્રેડ કરવી જોઈએ તે કરવામાં સરકાર અને કંપનીઓ પાણી ઉતરી છે પરિણામે ઘણા એકાઉન્ટ હેક થતાં હોય છે.

આ પૂર્વે સાયબર હેકરો દ્વારા અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા, હાલના યુએસ પ્રેસિડેન્ટ જો બીડેન, એમેઝોન ના સ્થાપક જેફ બેજોઝ,  બિલ ગેટ્સ અને એલન મસ્કના પણ એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા. ગત 2020 માં કુલ 50 હજારથી વધુ હુમલાઓ  સરકારી ખાતા પર થયા હતા જ્યારે ચાલુ વર્ષના ઓકટોબર માસ સુધીમાં 30,000 જેટલા સાયબર હુમલાઓ કરવામાં આવ્યા છે જે ખરા અર્થમાં એક ચિંતાનો વિષય પણ સામે ઉદ્ભવીત થયો છે. આ જવાબ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા સંસદમાં આપવામાં આવ્યો હતો ત્યારે એ વાત ઉપર પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હવે સાયબર સિક્યુરિટી ને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવશે જેથી આ પ્રકારની ઘટનાઓ પર રોક લગાવી શકાય સાથોસાથ એક નવી ટીમનું પણ નિર્માણ થશે જે આ પ્રકારના સાયબર હુમલાઓ ઉપર સતત નિયંત્રણ અને તેનું મોનિટરિંગ કરશે.

સૌથી મોટી વાસ્તવિકતા તો એ છે કે સરકાર ક્રિપટોને એસેટ તરીકે માન્યતા આપવા માટે પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં જો માન્યતા મળશે તો સુરક્ષા વધારવી એટલી જ જરૂરી અને અનિવાર્ય હશે. ક્રિપટો માત્ર ભારત દેશ પૂરતી જ સીમિત નહીં પરંતુ અન્ય દેશોમાં પણ તેનું ચલણ વધુ જોવા મળશે જેથી તેની સિકયુરિટી રાખવી એટલી જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.