Abtak Media Google News

ગુજરાતમાં દલિતોની થઈ રહેલ ઘાતકી હત્યાઓ સભ્ય સમાજ અને સરકાર માટે કલંકીત ઘટનાઓ કહી શકાય. રાજયમાં છાશવારે દલિતોની હત્યાઓ થઈ રહી છે અને રાજયમાં દલિત સમાજ ભયના ઓથાર હેઠળ જીવન જીવી રહ્યો છે. રાજય સરકારની પ્રથમ ફરજ બને છે કે તે દલિતોને પુરતા પ્રમાણમાં રક્ષણ પૂરું પાડવામાં આવે અને કડકમાં કડક તકેદારીના પગલા લેવામાં આવે અને સલામતનો માહોલ સર્જાય તેવું વાતાવરણ ઉભુ કરવું જોઈએ. છેલ્લા અઢી ત્રણ માસમાં રાજયમાં દલિતોની હત્યાઓ અને દલિતો ઉપર હુમલાના બનાવો વધારે પ્રમાણમાં પ્રકાશમાં આવ્યા છે જે રાજયની કાયદો અને વ્યવસની સ્થિતિની ચાડી ખાય છે. દલિત સમાજ સ્વમાનભેર જીવન જીવી શકે તેવો માહોલ સર્જવામાં રાજય સરકારની ગંભીર ચુક રહી ગયેલ છે જે નિંદનીય અને વખોડવા પાત્ર છે.

Advertisement

દલિત યુવાનો લગ્ન પ્રસંગે સાફો બાંધે, ઘોડા પર બેસે, નામની આગળ સિંહ શબ્દનો ઉપયોગ કરે તો તેની ઉપર હુમલાઓ થાય. શું દલિતોને સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર ની ? છાશવારે દલિતોની હત્યાઓ થાય છે. તાજેતરનો જ શાપર-વેરાવળનો બનાવ ઢોર માર મારીને દલિત યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવેલ છે. તેવાજ બનાવોમાં કોટડા સાંગાણીના માણેકવાડાના દલિત યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી, ભાવનગરના ઉમરાળાના ટીંબી ગામના દલિત યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી. વેરાવળના આંબલીયાળાના યુવાન દલિતને જીવતો સળગાવીને હત્યા કરવામાં આવી. આવા બનાવોને લીધે રાજય સરકાર અને સભ્ય સમાજ માટે કલંકીત ઘટના કહી શકાય અને આ બનાવો વખોડવા પાત્ર છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.