Abtak Media Google News

નબળા કામ માટે જવાબદરી કોની? હલકો માલ વાપરનારા સામે પગલા ભરવા માંગ

દામનગર નગરપાલીકાએ મહિના દિ પહેલા બનાવાયેલ સી.સી.રોડના પોપડા  ઉખડવા લાગતા પ્રજાના પૈસાથી બનાવાયેલા રોડમાં  લોટપાણીને લાકડા જેવો માલ વપરાયો હોવાની  પોલ ખૂલી ગઈ હોય તેમ મહિના દિમાંજ  રસ્તો તુટવાનું શરૂ  થઈ જતા નબળા કામ કરનાર કરાવનાર સામે પગલા ભરવા માંગ ઉઠી છે.

દામનગર શહેર ની નગરપાલિકા દ્વારા બનાવેલ આર સી સી રોડ ઠેર ઠેર ઉખડવા લાગ્યો એક માસ પહેલા જિલ્લા ભાજપ પ્રમુખ ની ઉપસ્થિતિ માં પાલિકા શાસકો એ જોરશોર થી ફોટો સેશન કરી  આર સી સી રોડ નું ખાતમહુર્ત કર્યું હતું

સ્વર્ણિમ જ્યંતી મુખ્ય મંત્રી  શહેરી વિકાસ યોજના   હેઠળ એક માસ પહેલા જૂની ટોકીઝ થી ગરનાળા સુધી ના 33.16000 ના ખર્ચે બનેલ સી સી રોડ એકાએક એક મહિના માં ઉખડી રહ્યો છે આ સીસી રોડ માં વપરાયેલ માલ સમાન નું પરીક્ષણ ટેસ્ટીગ લેબોટરી કરાવે તે પહેલાં સી સી રોડ ઉખડવા નું શરૂ થઈ ગયું શુ સિમેન્ટ નબળી હશે ? કે પછી પાણી પાવા નું ભુલાયું હશે ? તેત્રીસ લાખ થી વધુ ના ખર્ચે બનેલ આર સી સી રોડ બન્યા ના એકમાસ માં એકાએક કેમ ઉખડવા લાગ્યો આ રોડ માં વપરાયેલ માલ સમાન નું ગુણવત્તા અને મોનિટરીગ કોણ ? કમ્પ્લીશન સર્ટી કોણે ક્યારે આપ્યું ? કામકરતી એન્જસી ની ડિપોઝીટ જમા છે કે ચૂકવી દેવાય ? આ રોડ ની ગુણવત્તા ન હોય તો ફરી બનશે કે રીપેર કરાશે ? આવા અનેક સવાલો શહેરીજનો પૂછી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.