Abtak Media Google News

જયરાજસિંહ ધારાસભ્ય હતા ત્યારે કયારેય જાહેર જીવનમાં આવ્યા નથી

સદાય સંવેદનશીલ ગણાતા ગોંડલ ના ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ યશસ્વી રીતે પુર્ણ કરી ફરી ચુંટણી લડી રહેલા ગીતાબા જયરાજસિંહ જાડેજા એ ગોંડલ ના પ્રથમ મહીલા ધારાસભ્ય બનવાનો યશ મેળવ્યો છે.જેનો ક્રાઇમ રેઇટ હમેંશા ઉચ્ચો રહ્યો છે તેવા ગોંડલ મા કાયદો વ્યવસ્થા થી લઈ વિકાસ સુધી ની તેમની કારકીર્દી યશસ્વી રહીછે.ગોંડલ ને કોંગ્રેસ મુકત બનાવવાનો જશ પણ ગીતાબા જાડેજા  ના ફાળે જાય છે.

સુરેન્દ્રનગર જીલ્લા ના લખતર તાલુકા ના ભડવાણા મા તા.27/3/1968 ના રોજ જન્મેલા ગીતાબા એ ગોંડલ ની રાજકુંવરબા ગર્લ્સ હોસ્ટેલ મા રહી  મોંઘીબા ગર્લ્સ સ્કુલ મા એસએસસી સુધી નો અભ્યાસ કર્યા હતો.તા.18/5/1990 તેમના લગ્ન જયરાજસિહ જાડેજા સાથે થયા હતા.

બે પુત્રીઓ તથા એક પુત્ર ની માતા ગીતાબા સ્વભાવે ધાર્મિક પ્રકૃતિ ના છે.વહેલી સવારે ચાર વાગ્યા થી તેમનુ ધમઁકાયઁ અને ગૃહસ્થી શરુ થઈ જાય છે.તેઓ આશાપુરા માતાજી ના પરમ ઉપાસક છે.તેમના પતિ જયરાજસિહ ધારાસભ્ય હતા ત્યારે પણ ગીતાબા ક્યારેય જાહેરજીવન મા આવ્યા નથી.જયરાજસિહ સમાજસેવા મા પ્રવૃત્ત રહેતા તો ગીતાબા ઘર ગૃહસ્થી મા મશગુલ હતા.ત્રણેય સંતાનો ને ઉચ્ચ સંસ્કાર અને શિક્ષણ આપવા તેઓ વ્યસ્ત રહેતા હતા.પરંતુ જયરાજસિહ જાડેજા કાનુની વિવાદ મા સપડાતા ગીતાબા ના જીવન માં પલટાવ આવ્યો અને એક ગૃહીણી ગૃહ છોડી છેવાડા ના માનવી સુધી દોડતી બની.

2007 ની વિધાનસભા ચુટણી સમયે જયરાજસિહ જાડેજા કાનુની મુદે ઘેરાયા હોય ભાજપ દ્વારા તેમના પત્નિ ગીતાબા ને ઉમેદવાર તરીકે પસંદ કરાયા અને ગીતાબાએ  ચુંટણી માં 15397 મત ની લીડ થી વિજેતા બની પસંદગી ને સાર્થક બનાવી ગોંડલ ના રાજકારણ મા પ્રથમ મહીલા ધારાસભ્ય થવા નો રેકર્ડ પણ કાયમ કર્યો હતો.

ધારાસભ્ય ગીતાબા જાડેજા એ તેમના પાંચ વર્ષ ના શાસનકાળ મા વિકાસ ના અનેક કાર્યો કરી ગોંડલ ને સૌરાષ્ટ્ર નુ પેરીસ બનાવ્યુ એ હકીકત છે.સૌની યોજના અંતર્ગત ભર ઉનાળે એક  નહી પણ ત્રણ ત્રણ ઉનાળા મા શહેર ની મુખ્ય જીવાદોરી સમા વેરીતળાવ ને છલકાવી શહેર ની જળસમસ્યા દુર કરી છે.હાલ રુ.આઠ કરોડ ના ખર્ચે વોટર સ્ટોરેજ નુ કામ ગતીમાન છે.શહેર મા એસી ટકા  સીસી રોડ અને આધુનિક ફુટપાથ દ્વારા શહેર ને આગવી ઓળખ અપાવી છે.નગર પાલીકા,તાલુકા પંચાયત તથા જીલ્લા પંચાયત ની બેઠકો પર ભાજપ ને પુર્ણ બહુમત અપાવી ગોંડલ ને કોંગ્રેસ મુકત બનાવવા નુ બહુમાન પણ ગીતાબા ના ફાળે જાય છે.મનરેગા  યોજના અંતર્ગત હજારો લોકો ને રોજી રોટી મળે તેવી કામગીરી દ્વારા સમગ્ર ગુજરાત મા પ્રશંસનીય કામગીરી દાખવી છે.સતત કાયઁશીલ અને કાયઁરત રહી લોકો મા આધુનિક ગોંડલ ના ઘડવૈયા તરીકે ની ઉપમા ગીતાબા જાડેજાએ હાંસલ કરી છે. ગોંડલ બેઠક માટે તેઓ ફરી રીપીટ થતા ભાજપ ના કાયઁકર્તાઓ મા ઉત્સાહ નો માહોલ છવાયો છે.

  • ગીતાબા જાડેજાની ટિકિટ માટેની  ટ્રેટેજી સફળ બની

એક સમયે જયરાજસિહ જાડેજાના  સલાહકાર સાથી ગણાતા જયંતિભાઈ ઢોલ ના રાજકીય અસ્ત બાદ ઉદય પામેલી ત્રિપુટી અશોકભાઈ પિપળીયા, અલ્પેશભાઈ ઢોલરીયા અને પ્રફુલભાઈ ટોળીયાની પોલીટીકલ ટ્રેટેજી ગીતાબા જાડેજાની ટીકીટ મેળવવા મા ફરી એકવાર સફળ બની છે. હાલ મા જયરાજસિહ જાડેજા ની’ અંગત’ ગણાતી આ ત્રિપુટી ગત ધારાસભાની ચુંટણીથી લાઇમ લાઇટ બન્યા પછી નગર પાલીકા, જીલ્લા તાલુકા પંચાયત અને માર્કેટ યાર્ડ ની ચુટણી ના જબરદસ્ત પરિણામો પછી ગોંડલ ના રાજકારણ મા ’ હેવીવેઇટ’ બની હતી.વર્તમાન ચુંટણીમા પણ ગીતાબા જાડેજા ની ટીકીટ મેળવ્યા થી લઈ આગામી ’રણનીતિ’ મા અશોકભાઈ પીપળીયા,અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રફુલભાઈ ટોળીયા ની ત્રિપુટી અગ્રેસર રહેશે એ વાત નિશ્ચિત મનાય છે.

  • ગોંડલમાં કાંટે કી ટકકર: ગીતાબા જાડેજા રિપીટ થતા સમર્થકોએ કરી આતશબાજી

ગોંડલની હાઇપ્રોફાઇલ ગણાતી બેઠક પર ચૂૂંટણી જાહેર થઇ એ પહેલા જ દિલપડક ડ્રામાં જેવી સ્થિતિ સર્જાઇ  હતી, દરયિમાન ભાજપાએ ગીતાબા જયરાજસિંહ જાડેજાને ટિકીટ આપી રિપીગ ધારાસભ્યને ફરી તક આપી છે. જેના પર સમગ્ર ગુજરાતની મીટ મંડાયેલી હતી તેવી હાઇપ્રોફાઇલ ગણાતી ગોંડલ વિધાનસભા બેઠક પર અનેક ચડાવ ઉતાર ને અંતે ભાજપે સિટીંગ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાને ટીકીટ ફાળવી છે. શરુઆનથી ભાજપની ટીકીટ માટે જયરાજસિંહ જાડેજા જુથ તથા રીબડા જુથ વચ્ચે ચુંટણી પૂર્વે જ કાંટે કી ટકકર સમી ફાઇટ સર્જાતા ગોંડલ હોટ ફેવરીટ બન્યું હતું. પરંતુ કુલ તેર દાવેદારો વચ્ચે આનરી ગીતાબા જાડેજાના નામે પર ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મહોર લાગતા સવારે ભાજપ કાર્યાલય પર જયરાજસિંહ જાડેજા તથા ગીતાબા ની ઉ5સ્થિતિ વચ્ચે કાર્યકર્તાઓ અને સમર્થકો બહોળી સંખ્યામાં એકત્રીત થઇ આતશબાજી દ્વારા ટીકીટ ને વધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.