Abtak Media Google News

હાલમાં કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. કે ખૂબ જ ફ્રાય કરેલા જુદા-જુદા પ્રકારના ભોજન લેવાથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધી જાય છે. ફ્રેડ હચીસન કેન્સર રિસર્ચ સેન્ટરમાં કરવામાં આવેલા અભ્યાસ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે નિયમિત પણે ફ્રેન્ચ ફ્રાય, ફ્રાય ચીકન જેવી તળેલી ચીજ વસ્તુ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધવાની સાથે તેની આડઅસર પણ ખૂબ જ ગંભીર થાય છે.

રોગના વધુ આક્રમક સ્વરુપ તરીકે આની અસર દેખાઇ આવે છે. જેના લીધે વધારે તકલીફ ઉભી થાય છે. અગાઉના અભ્યાસમાં સૂચવવામાં આવ્યુ હતું કે ઉંચા તાપમાન પર બનાવવામાં આવેલી ચીજ વસ્તુઓ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધી જાય છે. નવા અભ્યાસમાં પણ આ બાબતને સમર્થન મળ્યું છે. આમાં જણાવવામાં આવ્યું છે કે વધારે ફ્રાય કરેલી ચીજવસ્તુઓ નુકશાન કારક સાબિત થાય છે.

પ્રોસ્ટેટ કેન્સર રિચર્સમાં સહનિર્દેશકના જણાવ્યા મુજબ જે લોકો વધુ પ્રમાણમાં અથવા સપ્તાહમાં એક વખત વધારે પડતી ફ્રાય કરેલી ચીજવસ્તુઓ ખાય છે તે લોકોને રોગનો ખતરો વધી જાય છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓને આ રોગની અસર વધારે થાય છે. સંશોધકોએ ઘણા બધા પરિબળો ધ્યાનમાં લીધા હતા જે પૈકી વય, વંશ, પ્રોસ્ટેટ કેન્સરના પારિવારિક ઇતિહાસ, બોડીમાસ ઇન્ડેક્સ અને પીએસએ સ્ક્રીનીંગ જેવી બાબતોને ધ્યાનમાં લીધી હતી. પ્રોસ્ટેટ કેન્સર અને ડીપ ફ્રાય ચીજવસ્તુઓ વચ્ચે સીધો સંબંધ રહેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.