Abtak Media Google News

ગેરકાયદેસર બાંધકામ અને કબજો તાત્કાલિક દુર કરો: આવેદન

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ અને કબજો કરવામાં આવ્યો હોય જે મામલે લત્તાવાસીએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની માંગ કરી છે.

Advertisement

મોરબીના સો ઓરડીના રહેવાસી પ્રવીણભાઈ રાઠોડે કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે તેમના વિસ્તારમાં ૩૦૦ થી વધુ પરિવારો વસવાટ કરે છે જેમાં રામદેવનગર, ઉમિયાનગર વિસ્તારને લાગુ પડતી સરકારી પડતર જમીન આશરે ૭ થી ૮ વીઘા જેટલી ખુલ્લી સાર્વજનિક ઉપયોગ હેતુ રહેલી છે જેમાં લગ્નપ્રસંગે અને પાર્કિંગ માટે તથા સામાજિક પ્રસંગોમાં ઉપયોગ કરાય છે જે જગ્યામાં પાંચથી છ જેટલી સોસાયટીના રહીશો માટે ઉપયોગી છે.

પરંતુ ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે વીસેક દિવસથી સરકારી જમીન પર બહારના ઈસમો દ્વારા ફેન્સીંગ વાડ કરી કબજો જમાવવાની કોશિશ કરી રહ્યા છે જે મામલે પોલીસ સ્ટેશને અરજી કરેલી છે ગત તા. ૨૮-૧૧-૧૮ ના રોજ અજાણ્યા શખ્શો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે જગ્યા પરનું ગેરકાયદેસર દબાણ દુર કરવાના કોઈ પગલા લેવાયા નથી સર્વે નં ૫૪ માં બાળકો માટે આંગણવાડી જગ્યા મંજુર થયેલ તેમજ તે બાંધકામ માટેના ફાઉન્ડેશન ભરીને બે ફૂટ જેટલી પ્લીન્થ પણ ચણાયેલ છે જે જગ્યા પર હાલ ગેરકાયદેસર કબજો કરેલ છે.

તે ઉપરાંત સવારે નં ૫૪ માં લાગુ પડતી સોસાયટીઓ રામદેવનગર, ઉમિયાનગર, શક્તિ સોસાયટી, નવા માળિયા, નવા વનાળીયા સો ઓરડી જેવા પછાત વિસ્તારોમાં બાળકો માટે સ્કૂલ અને આંગણવાડી તેમજ ડો. આંબેડકર ભવન બનાવવા ખુલ્લી રાખેલી પાંચેક વીઘા સરકારી જમીન પર બાંધકામ કરી રહેલ છે જે તાત્કાલિક અસરથી દુર કરવામાં આવે તથા ૧ મેં બાદ અનેક શખ્શો બાંધકામ કરી સરકારી જમીનનું વેચાણ કરી રહ્યા છે જે અટકાવી આરોપી વિરુદ્ધ પગલા લેવા યોગ્ય કરવાની માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.