Abtak Media Google News

દિવાળીના તહેવારોમાં વેપારીઓ મોડે સુધી  મુકત મને  વેપાર-ધંધો  કરી શકે તે માટે છૂટછાટ આપવા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી  સમક્ષ ભારપૂર્વક રજૂઆત

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. જેથી બજારો પણ ધમધમવા લાગી છે. ત્યારે દિવાળીના  તહેવારોમાં  મોડે સુધી  વેપારીઓ મુકત મને વેપાર-ધંધો કરી શકે તે માટે  છૂટછાટ  આપવા રાજકોટ  ચેમ્બર દ્વારા મુખ્યમંત્રી  તથા ગૃહમંત્રી  સમક્ષ ભારપૂર્વક  રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ સમગ્ર દેશમાં અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાતમાં કોરોના નહિવત થઈ ગયેલ છે . રાજયના 8 મહાનગરોમાં રાત્રી કર્ફયુનો સમય રાત્રીના 12 થી 6 સુધીનો રાખેલ છે અને વેપાર – ધંધા માટે દુકાનો ચાલુ રાખવા માટે રાત્રીના 10 વાગ્યા સુધીની છુટ આપેલ છે .

જેના કારણે દિવાળીના પાવન તહેવારની ઉજવણીમાં તથા ખરીદવેચાણમાં વેપારીઓ તથા આમ પ્રજાજનોને રાત્રી કયુ ખુબ જ અવરોધરૂપ બની રહયું છે.

દિવાળીના તહેવા2 દ2મ્યાન બજા2ોમાં મોડે સુધી લોકોની અવરજવ2 અને ખરીદી થતી હોય છે. કોરોના મહામારી દરમ્યાન સતત બે વર્ષથી વેપારીઓ આર્થિક મંદીનો સામનો કરી રહયા છે. વેપારીઓને દિવાળીના તહેવારોમાં વેપાર – ધંધો કરવાની આશા જાગી છે.

ત્યારે દિવાળીના તહેવારોમાં વેપારીઓ મોડે સુધી મુકતમને વેપાર ધંધો કરી શકે તે માટે છુટ આપી 15 દિવસ માટે રાત્રી કર્ફયુ દુર કરવા રાજકોટ ચેમ્બર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજયના  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.