Abtak Media Google News

મોરબીમાં માર્કેટમાથી ઘરે પરત ફરી રહેલ પરિણિતા પર પુર્વ પતિએ એસિડથી હુમલો કરતા ગંભીર

મોરબી : મોરબીના વાઘપરમાં પૂર્વ પતિએ પરિણીતા પર એસિડ ફેંકી હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલ પરિણીતાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ડીવાયએસપી બન્નો જોશી અને એ ડિવિઝન પીઆઇ ચૌધરી સહિતનો કાફલો સિવિલ દોડી ગયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાઘપરા શેરી નંબર ૯ માં રહેતા બીનિતાબેન વિશાલભાઈ આડેસરા ઉ. ૨૩ નામની પરણિતા ઉપર તેણીના પૂર્વ પતિ કલ્પેશ પટેલે એસિડ ફેંકી હુમલો કર્યો હતો.

28058681 560957930928262 8996541871455154418 Nવધુમાં જાણવા મળ્યા મુજબ બીનિતાબેન મૂળ રાજકોટના છે અને આઠ માસ પૂર્વે પતિ કલ્પેશ પટેલ સાથે છુટા છેડા થયા હતા અને છૂટાછેડા બાદ પણ પૂર્વ પતિ કલ્પેશ પટેલે ત્રાસ આપવાનું ચાલુ રાખતા બીનીતાબેન તેમના પતિ સાથે મોરબી રહેવા આવી ગયા હતા અને વિશાલભાઈ સાથે શાંતિપૂર્વક લગ્નજીવન ગુજારી રહ્યા હતા.

દરમિયાન ગઈકાલે બીનીતાબેન માર્કેટમાંથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમના પૂર્વ પતિ કલ્પેશે એસિડ ફેંકી હુમલો કરતા ગંભીર રીતે દાઝેલા બીનીતાબેનને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

28279289 560957880928267 1946665783618386997 Nઆ ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ એ ડિવિઝન પીઆઇ ચૌધરી અને ડીવાયએસપી બનો જોશી સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલે દોડી ગયો અને ભોગ બનનાર બીનીતાબેનની ફરિયાદના આધારે એસિડ હુમલો કરી નાસી છૂટેલા કલ્પેશ પટેલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.