Abtak Media Google News

પત્નિને ભરણપોષણના પૈસા ન ચુકવતા ઉમર બેલીમને જેલની સજા મળી તી: વધુ પાંચ દિવસ ખોટી રીતે જેલમાં બંધ રખાતા રૂ. ૫૦,૦૦૦ નું વળતર ચુકવવા એચ.સી.નો આદેશ

ગુજરાત હાઇકોર્ટના આદેશ છતાં સુરેન્દ્રનગરની સબ જેલમાંથી કેદીને મુકત ન કરાયો ! સુરેન્દ્રનગરમાં ઉમરભાઇ બેલીમ નામના કેદીને કોર્ટે છોડી દેવાનો આદેશ આપ્યો હોવા છતાં પણ પાંચ દિવસ તેને બંધક રખાયો ! આ મામલે હાઇકોર્ટે રાજય સરકારને આદેશ કરતા જણાવ્યું છે કે ઉમર બેલીમને મુકત કરવાની સાથે તેને રૂ. ૫૦,૦૦૦ અને લીગલ ખર્ચાના રૂ. ૧૦,૦૦૦ ચુકવવામાં આવે.

Advertisement

જણાવી દઇએ કે ઓગસ્ટ ૨૦૧૭માં પત્ની સબાનાને ભરણપોષણના રૂપિયા ન ચુકવતા ઉમરને ૬૫દિવસ માટે સુરેન્દ્રનગરની સબ જેલમાં ધકેલાયો હતો. ત્યારબાદ ઓકટોમ્બરમાં ફરી ૧૦૫ દિવસ માટે જેલમાં બંધક રખાયો હતો. અને ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ પ્રોટેકશન ઓફ વુમનની જોગવાઇ અંતર્ગત ઉમરનો ૧૪૪ દિવસની જેલની સજા ફટકારવા સુરેન્દ્રનગરની મેજીસ્ટ્રીઅલ કોર્ટે આદેશ કર્યો હતો.

ઉમર બેલીમને જેલ ધકેલાયા બાદ તે પત્ની અને પોતાના બાળકોને ભરણપોષણના રૂપિયા ચુકવવા સહમત થઇ ગયો હતો. જેના પગલે મેજીસ્ટ્રીઅલ કોર્ટે ઉમર બેલીમને ૪ ડીસેમ્બરે છોડી દેવા આદેશ કર્યો હતો પરંતુ જેલ ઓથોરીટીએ કોર્ટનો આદેશ નકાર્યો અને તેને બંધક રાખ્યો ત્યારબાદ ઉમર બેલીમે હાઇકોર્ટનો સહારો લીધો અને હાઇકોર્ટે નોટીસ ફટકારી ઉમર બેલીમને મુકત કરવા આદેશ કર્યો જેના પગલે ૯ ડીસેમ્બરની સાંજે તેને છોડી દેવાયો, અને પાંચ દિવસ માટે ખોટી રીતે કેદીને જેલમાં બંધ રખાતા ઉમર બેલીમે વળતર ચુકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.