Abtak Media Google News

સ્વિત્ઝરલેન્ડ, ઇગ્લેન્ડ અને કેનેડામાં નિષ્ણાંત સલાહકાર તરીકે સેવા આપી ચુકેલા વકતા ચેતનાબેનએ વાલીઓને આપ્યું મહત્વનું માર્ગદર્શન: બહોળી સંખ્યામાં વાલીઓની ઉ૫સ્થિતિએ સેમીનારને સફળ બનાવ્યો

જીનીયર્સ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા ડિઝીટલાયઝેશનના યુગમાં વધુ પડતા ટેકનોલોજીના ઉપયોગને કારણે વાલીઓના મનમાં તેના સંતાનોના ભવિષ્ય અંગે ઉદ્દભવતા પ્રશ્ર્નોના નિરાકારણ માટે સંસ્થા દ્વારા તાજેતરમાં ડિજીટલ ડિટોકસ વિષય ઉપર પ્રકાર પાડવા માટે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ગત રવિવારના રોજ પેરેન્ટીંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનુ ખુબ સારો પ્રતિસાદ સાપડયો હતો. આ સેમીનારના બહોળી સંખ્યામાં વાલીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. અને વકતા ચેતનાબેન દેસાઇ દ્વારા યુવા પેઢી ટેકનોલોજીનો હકારાત્મક ઉપયોગ કરે અને ટેકનોલોજીના અતિક્રમણને લીધે વાસ્તવિક દુનિયાથી અળગા ન થઇ જાય તે અંગે આપેલા માર્ગદર્શનને વખાણ્યું હતું.

Advertisement

5 Bannafa For Site 1 2

આ સેમીનાર અંતર્ગત વાલીઓને સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા શાળાઓમાં કેટલી પ્રવૃતિઓ કરવામાં આવી અને આગામી વર્ષ દરમિયાન કઇ પ્રવૃતિઓનું અમલીકરણ કરવામાં આવશે તે વિષય ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.અહિ વર્ષ દરમિયાન કરવામાં આવતી પ્રવૃતિઓ જેમ કે વેન્ગવેજ લેબ, સ્કાયપ સેશન, મીડીયા રુમ, ઉત્સવો, બ્રીટીશ કાઉન્સીલ આઇએસએ સ્કૂૂલ પ્રોજેકટ રોબોટીક લેબ, સ્પર્ધાત્મક કૌશલ્યનો વિકાસ,અને ઓન્ટ્રપ્રનિચર્યહીપ  માટે નિર્ધારીત અભ્યાસક્રમો, સ્ક્રેચ પ્રોગ્રામ ઇન્ટર અને ઇન્ટ્રા, સ્કૂલ કોન્ફયુલન્સ પ્રોગ્રામ, યોગ, સ્પોર્ટસ, મ્યુઝીક અને ડાન્સ જેવી પ્રવૃતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ડિજીટલ ડિટોકસ સેમીનારમાં વકતા સ્થાને ઉ૫સ્થિત ચેતનાબેન દેસાઇ ર૦ વર્ષથી વધુ સમયથી કેનેડામાં શિક્ષણ અંગે અને વાલીઓના પ્રશ્ર્નોના સમાધાન માટે સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ઉ૫સ્થિત વાલીઓને તેમના વકતવ્યમાં સમજાવવામાં આવ્યું હતું. ટેકનોલોજીનો ઉપયોગ જેટલો આશિર્વાદ સમાન છે તેટલો જ તેનો અતિરેક બાળકોના શારીરિક, માનસીક અને સાર્વગી વિકાસમાં અવરોધક બની શકે છે.  આ માટે વાલીઓએ તેમના સંતાનોને ડીજીટલ ઉપકરણોનો મર્યાદિત ઉપયોગ કરતા શિખવવું જોઇએ જેથી બાળક સામાજીક બને અને કૌટુંબિક સબંધોમાં ભાવનાત્મક બની રહે આ ડીજીટલ ડિટોકસ કાર્યક્રમમાં પૂર્ણ આમી કેપ્ટન જયદેવ જોશીએ પ્રેરક ઉપસ્થિતિ આપી હતી અને આ વિષય ઉપર પોતાના વિચારો રજુ કર્યા હતા. આ સેમીનારમાં ડોલસ એન્ડ ડુડસ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલના બ્રીજેશભાઇ પટેલ અને કેવીનભાઇ પટેલ વી કેન સ્કૂલના ડો. પિનાકીન કોટક, ઓમ પ્લેહાઉસના સોનલબેન દવે, બ્લુમીંગ કિડસ પ્રિ-સ્કૂલના અંશીતાબેન કોઠારી, શાંતિ સ્કૂલ રણછોડનગર શાખાના કૌશિકભાઇ પટેલ, જીનીયર કિડસ કિંગડામ પરસાણાનગર શાખાના અનિતાબેન ચાગાણી તેમજ જીનીયસ કિડસ કિંગડમ ટેલેન્ટલેનડ શાખાના ભીતાબેન તન્ના એ અતિથિ પ્રેરણાત્મક હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.