Abtak Media Google News

અટકાયત દરમિયાન મીડિયાને ઇન્ટરવ્યુ આપતા ફરજમાં બેદરકારીના મુદે સસ્પેન્ડ કરાયા

જેતપુરના પ્રદુષિત પાણીના મુદે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલના બે દિવસ પહેલાં ભુખી ગામે જળ સમાધીના કાર્યક્રમ દરમિયાન ફરજમાં બેદરકારી દાખવતા હેડ કોન્સ્ટેબલ સહિત ચારને તાકીદની અસરથી સસ્પેન્ડ કરાયા છે.

Advertisement

જેતપુરના પ્રદુષિત પાણીના મુદે ધારાસભ્ય લલિત વસોયા અને હાર્દિક પટેલ જળ સમાધી ન લે તે માટે ધોરાજીના ભુખી ગામે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અટકાયત કરવામાં આવી હતી.

અટકાયત કરી જેતપુર ડીવાય.એસ.પી. સમક્ષ રજૂ કરવા લઇ જવાતા હતા તે દરમિયાન મિડીયા દ્વારા લલિત વસોયા, હાર્દિક પટેલ, પ્રતાપ દુધાત અને લાખાભાઇ ડાંગરનું લાઇવ પ્રસારણ કરતા પોલીસ અટકાયતમાં રહેલાઓનું લાઇવ પ્રસારણ થતા ગૃહ વિભાગ દ્વારા ગંભીરતા દાખવી ધોરાજીના હેડ કોન્સ્ટેબલ ભીમાભાઇ હાજાભાઇ ગંભીર, જામ કંડોરણાના અજીતભાઇ રણમલભાઇ ગંભીર, એલ.સી.બી.ના કરશનભાઇ કલોતરા અને ‚પકબહાદુર તેજબહાદુરને સસ્પેન્ડ કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.