Abtak Media Google News

ધરમપુર સમાચાર

ધરમપુરના રાજપુરી જંગલ ગામે ગોમટીપાડા ફળીયા નજીક ઘાટ ઉતરતા છકડો રિક્ષાની બ્રેક નહિ લાગતા 11 મજૂરો સાથે ભરેલી રીક્ષા 10 ફૂટ નીચે ઉતરી બે પલટી મારી જતા તેમાં સવાર 12 લોકો પૈકી 2 ના સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે જ્યારે અન્ય 10 પૈકી બે ને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે જ્યારે અન્ય 8 લોકોને સારવાર બાદ રજા આપી દેવાઈ છે .

Advertisement

ધનેશભાઈ રમેશભાઈ ધનગરિયા રહે રાજપુરી જંગલ પોતાની છકડો રીક્ષા 12 મજૂરો સાથે ધરમપુરના ખારવેલ નજીક મજૂરી કામ માટે નીકળ્યા હતા.  જેઓ ગોમતીપાડા નજીક ઢાળ ઉતરતી વખતે રિક્ષાની બ્રેકના લાગતા વળાંક નહિ કપાતા રીક્ષા મુખ્ય માર્ગ થી 10 થી 12 ફૂટ નીચે ફંગોળાઈને બે પલટી મારી જતા તેમાં સવાર કુલ 12 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.  જેમાં અમિત ભાઈ મુરલીધર કુલકર્ણી રહે હટવાડા ફળીયા અને સોમલુ ભાઈ ધરમુભાઈ કુંવર રહે આવધા કુંવરપાડાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે પ્રથમ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવતા અમિત ભાઈ કુલકર્ણીનું મોત નીપજ્યું હતું . જ્યારે સોમલુ ભાઈને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવતા ત્યાં સોમલુ ભાઈએ પણ દમ તોડ્યો હતો . જ્યારે અન્ય 2 લોકો હાલ ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અગાઉ પણ અનેક અકસ્માતો આજ સ્થળે થયા છે અને અનેક લોકોને ઇજાઓ પહોંચી છે.  તુરે ગોમતી પાડા ઘાટ નજીક પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે એવી લોકોની માંગ ઉઠી છે . જેથી અકસ્માતો રોકી શકાય હાલ તો આવધા અને રાજપુરી જંગલ ગામે અકસ્માત માં મોતની ખબર મળતા શોકની લાગણી પ્રવર્તી ઘટના અંગે સગુન ભાઈ લાહન ભાઈ વડવી એ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે છકડો ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે .

રામ સોનગઢવાલા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.