Abtak Media Google News

પ્રિન્સીપાલ વિજયાબેન બોડાએ સંસ્થામાં સ્વખર્ચે અખાડાના નિર્માણ માટે અગ્રીમતા આપી

આપણી કુસ્તી પુરાણોથી ચાલી આવતી રમત છે. જે પહેલાના સમયે મલ્લયુદ્ધ તરીકે ઓળખાતી. મલ્લયુદ્ધની વાતો આપણે રામાયણ અને મહાભારત કાળમાં વાંચી અને સાંભળી છે.આધુનિક કુસ્તીના મંડાણ છત્રપતી શિવાજી મહારાજના સમયમાં તેમના ગુરુવર્ય સમર્થ સ્વામીરામદાસજીએ કરેલા એ પરંપરા વર્તમાનમાં મહારાષ્ટ્ર, હરિયાણા, ઉતરપ્રદેશ, પંજાબ વગેરે રાજ્યમાં વધુ જોવા મળે છે. વર્ષ : 1952 ની હેલ્સંકી ઓલમ્પિકમાં કુસ્તી રમતમાં સૌપ્રથમ મેડલ મેળવનાર મરાઠી ખેલાડી કે. ડી. જાધવજીએ ખેલાડીઓને સંબોધી કહેલું કે સૌપ્રથમ કુસ્તી પ્રેકટીસની શરૂઆત હંમેશા કુસ્તી અખાડાથી જ કરવી જોઈએ.

આવા જ અખાડાનું નિર્માણ ગુજરાત રાજ્ય રમત-ગમત વિભાગ દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ  જી.એમ પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલ (જામનગર) માં થયું.

કાર્યક્રમ ની શરૂઆત મહેમાનો ને બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક,દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, સ્વાગત ગીત અને મહેમાનો ના સન્માન બાદ અખાડાના મુખ્ય સૂત્રધાર જામનગર જિલ્લા ઉ.ક.જ.જ કુસ્તીકોચ શ્રી ગૌતમભાઈ દેસાઈ એ પ્રસંગોચિત ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે “કુસ્તી રમત વિશ્વ ની તમામ રમતો ની જનેતા છે” જેમાં તેમને અખાડા ના ઈતિહાસ થી ઓલમ્પિક, કુસ્તીજનક બજરંગબલી થી વર્તમાન ખેલાડી બજરંગ પુનીઆ સુધી ની તમામ પ્રમાણીત વાતો રજુ કરી મહેમાનો અને ખેલાડીઓ ને વાકેફ કર્યા હતા

કાર્યક્રમ મા કુસ્તી કોચના કહેવા પ્રમાણે સંપૂર્ણ ભારતીય પરંપરા પ્રમાણે બ્રહ્મદેવ દ્વારા શાસ્તરોક્તવિધિ વિધાન સાથે ’7 વિશિષ્ટ વ્યક્તિઓ’ 1.પ્રાંત અધિકારી  વિપુલભાઈ સાકરીયા  2. મામલતદાર  ધ્રોલ,અજયભાઈ ઝાપડા  3. ડી.એસ.ડી.ઓ.  રમાબેન, 4. નાયબ મામલતદાર એ.એન. ગોહિલ 5. સંસ્થા ની શિક્ષણ સમિતિના ચેરમેન  ભગવાનજી કાનાણી  6. પ્રિન્સિપાલ  વિજયાબેન બોડા અને 7. ડી.એલ.એસ.એસ.  કુસ્તીકોચ ગૌતમભાઈ દેસાઈ ના શુભહસ્તે અને કળશ અનાવરણ કરાયું હતું.

યોજાયેલ અખાડા ઉદ્ઘાટન સમારોહ માં મહેમાનોનું સન્માન ખેસ, પુસ્તક અને પુષ્પગુચ્છ થી કરાયું. સાથે દરેક બાલિકાઓ પોષી પુનમ ના પવિત્ર દિવસની યાદગીરી માટે  હનુમાન ચાલીસાનું એક-એક પુસ્તક કુસ્તીકોચ  દ્વારા ભેટ સ્વરૂપે અપાયા હતા. ઉપરોક્ત મહાનુભવો સાથે કેમ્પસ ડાયરેક્ટર  નંદાસણા, તાલુકા પંચાયત પ્રમુખ  જેન્તીભાઈ કગથરા, સુપરવાઈઝર  નર્મદાબેન, સંસ્થા ના DLSS સંચાલક ભીમજીભાઈ ચણીયારા, પ્રાથમિક વિભાગ ના આચાર્યા ભાવનાબેન ચાંગેલા, જિલ્લા ઇન સ્કુલ મેનેજર  સતિષભાઈ પારેખ, DLSSના તમામ કોચઓ, ટ્રેનરઓ, મેનેજર સાથે હોસ્ટેલ ના ગૃહમાતાઓ એ હાજરી આપી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

જી.એમ.પટેલ કન્યા શાળાના રાજ્યકક્ષા શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ વિજેતા પ્રિન્સિપલ  વિજયાબેન બોડા એ સંસ્થામાં સ્વખર્ચ આવા અખાડા ના નિર્માણ માટે અગ્રીમતા આપી ભણતરની સાથે કન્યાઓ ભવિષ્યમાં રમતક્ષેત્રે પણ આગળ વધાવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું એ બદલ બેનશ્રી ને અભિનંદન પાઠવ્યા હતા. પ્રાંત  કુસ્તીકોચ ગૌતમભાઈ ના આગવા કાર્ય ને ઉત્સાહ થી બિરદાવતા કહ્યું હતું કે આપ કુસ્તી અખાડા અને સ્વરક્ષણ પ્રણાલિકા સાથે બાલિકાઓ ને પુસ્તક, પ્રેક્ટિસ અને પ્રોત્સાહન થકી સતત આગળ વધારવા પ્રયત્નશીલ છો જેનાથી તેમનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થશે એથી જ શ્રેષ્ઠ નારી શક્તિઓનું નિર્માણ થશે.

આ કાર્યક્રમનું સંચાલન  દિવ્યરાજસિંહ રાણા અને આભારવિધિ શાળા ના વ્યાયામ શિક્ષિકા  લીલાબેન સીતાપરા દ્વારા કરાઈ હતી તેવુ યાદી મા જણાવ્યુ હતુ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.