Abtak Media Google News

અમેરિકાની ફ્રીડમ ડે પરેડમાં ફાયરિંગ: 6 લોકોના મોત, 57 ઇજાગ્રસ્ત

અમેરિકાથી ફરી એકવાર ગોળીબારના સમાચાર છે. ગનકલ્ચરના લીધે વારંવાર અમેરિકામાં નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે. ત્યારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે જે રીતે ઉલટી ગંગા માફક ગન કલ્ચર અંગે ચુકાદો આપ્યો છે ત્યારે આ ચુકાદાને લીધે ગન કલ્ચર વધશે જેના લીધે વધુ અંધાધૂંધ ફાયરિંગની ઘટનાઓ બની શકે છે. તેવા સમયમાં વિકસિત દેશમાં જે રીતે ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ચોક્કસ સવાલ ઉભો થયો છે કે આ જગત જમાદારની વિકાશશીલતા છે કે પછી અધોગતિ?

અમેરિકાના શહેર ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં 4થી જુલાઇની પરેડમાં ભાગ લઇ રહેલા લોકો પર એક શૂટરે ગોળીબાર કર્યો હતો. અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 57 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અમેરિકામાં 4 જુલાઈએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન વિવિધ સ્થળોએ પરેડનું આયોજન કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર શૂટરે ટેરેસ પરથી ગોળીબાર કર્યો હતો. રિપોર્ટ અનુસાર આ ફાયરિંગમાં ઘણા લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે. શૂટર છૂટક દુકાનની છત પર ચઢી ગયો અને ત્યાંથી ગોળીબાર શરૂ કર્યો. આ ઘટનામાં અનેક જાનહાનિના અહેવાલ છે.

હુમલાખોરે હાઇલેન્ડ પાર્ક, ડાઉનટાઉન, ઇલિનોઇસમાં ગોળીબાર કર્યો હતો. ગોળીબારના કારણે પરેડમાં અફરા-તફરી ફેલાઈ ગઈ હતી. પોલીસે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જો કે આ અંગે વધુ માહિતી સામે આવી નથી. લેક કાઉન્ટી શેરિફે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, અમે ઘટના સ્થળે હાઈલેન્ડ પાર્ક પોલીસને મદદ કરી રહ્યા છીએ. શેરિફે લોકોને પોલીસને તેમનું કામ કરવા દેવાની અપીલ કરી છે.

લેક કાઉન્ટી શેરિફે લોકોને વિનંતી કરી છે કે, તેઓ ઘટનાના વિસ્તારથી દૂર રહેવાનો પ્રયાસ કરે. અમેરિકન મીડિયા અનુસાર, પરેડ શરૂ થતાં જ તેના 10 મિનિટ બાદ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું.

લોકોએ શૂટરને પણ જોયો હતો. ઇલિનોઇસ એ યુએસની મધ્યમાં આવેલું રાજ્ય છે. શિકાગો તેની રાજધાની છે. જ્યાં આ ઘટના બની તે સ્થળ શિકાગોનું ઉત્તરી ઉપનગર છે. લોકો અહીં સ્વતંત્રતા દિવસની પરેડમાં ભાગ લેવા આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.