Abtak Media Google News

પૌત્રી જન્મનાં વધામણાં કરતું વારીયા પરિવાર

જામનગર સ્થિત હાલ કેન્યા રહેતા ભૂતપૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટર ત્રિલોકભાઇ વારીયાના પત્ની સ્વ. ભાવનાબેન વારીયાના પરિવારમાં પૌત્રી “સુહાનાના જન્મ થતા વારીયા પરિવાર તરફથી શહેરનાં “જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશનના ડાયાબીટીક બાળકોને સહાયરુપ થવા મેડીકલ સારવાર અર્થે‚ રૂ.૫૧,૦૦૦ની સહાય ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અપુલ દોશી તથા બે ડાયાલીટીક બાળકો કિન્નરી વખારીયા તથા નિકુંજ પારેખને વિવેકાનંદ યુથ ક્લબના પ્રમુખ અનુપમ દોશીના વરદ હસ્તે અર્પણ કરેલ છે.

Advertisement

આ તકે રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, જૈન સમાજના અગ્રણી જીતુભાઇ બેનાણી, સુરેશભાઇ દોશી, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી હરેશભાઇ પરસાણા, જામનગર જૈન સમાજના અગ્રણી મુકેશભાઇ શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.

અપુલ દોશીના જણાવ્યા મુજબ ૫૧,૦૦૦ ‚ રૂપિયાની આર્થિક સહાય ડાયાબીટીક બાળકો માટે સંજીવનીનું કામ કરશે.  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.