Abtak Media Google News

ગુજરાત રાજય અન્ન આયોગના સભ્ય દિનેશભાઈ કારીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજય સરકાર દ્વારા રાજયની આંગણવાડીમાં ૫૩ હજાર બાળકોને વિનામુલ્યે યુનિફોર્મ આપવાનો જે પ્રસંશનીય નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણયને આવકારતા રાજય સરકાર તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚રૂપાણીના આ સંવેદનશીલ નિર્ણયને દિનેશ કારીયાએ અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

દિનેશ કારીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણયથી રાજયના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત યુનિફોર્મ મળશે અને રાજયની તમામ આંગણવાડીઓમાં એકસૂત્રતાનો વિકાસ થશે. સરકારના આ નિર્ણયને આવકારતા આનંદ અને હર્ષની લાગણી થાય છે ત્યારે મધ્યાહન ભોજન યોજના હેઠળના બાળકોને તેમજ આંગણવાડી યોજના હેઠળના બાળકો અને સગર્ભા અને ધાત્રી મહિલાઓને પોષણક્ષમ આહર મળી રહે તે માટેના અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ આવરી લેવાયેલા લાભાર્થીઓને સરકાર દ્વારા નિયત કરેલ ભાવે નિયત જથ્થામાં અનાજ મળી રહે તે માટે પણ ખુબ સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.

કારીયાએ અંતમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ અન્વયે સરકાર દ્વારા નિયત કરેલ ભાવ પ્રમાણે અનાજ ન મળવા બાબતની અનાજ ઓછુ મળવા બાબતની તેમજ અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ લાભાર્થી તરીકે સમાવેશ ન કરવા બાબતની તથા મધ્યાહન ભોજન યોજના અંગેની જો કોઈ ફરિયાદ હોય તો રેશનકાર્ડ ધારક/લાભાર્થી જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી તરીકે નિવાસી અધિક કલેકટરને ફરિયાદ કરી શકે છે. ફરિયાદ ‚બ‚માં/ટપાલથી/ઈ-મેલથી કરી શકાશે. જયારે આંગણવાડી યોજના અંગેની જો કોઈ ફરિયાદ હોય તો ઉકત બાબત સાથે સંકળાયેલ જિલ્લા પંચાયતના જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીને ફરિયાદ કરી શકાશે અને જો લાભાર્થી જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીને ફરિયાદ કરી શકાશે અને જો લાભાર્થી જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારીના નિર્ણયથી નારાજ હોય તો તે રાજય કક્ષાએ ગુજરાત રાજય અન્ન આયોગ, ગાંધીનગર અપીલ અથવા સીધી ફરિયાદ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.