Abtak Media Google News

દબાણ હટાવવા ગયેલા સ્ટાફ સાથે ઝપાઝપી કરતા બજરંગવાડીનાં શખ્સની ધરપકડ

સાધુ વાસવાણી રોડ પર હોકર્સ ઝોન સામે આરએમસીનાં ખુલ્લા પ્લોટમાં મહિલાએ કરેલા દબાણ હટાવવા ગયેલી વિજિલન્સ ટીમનાં કોન્સ્ટેબલ સાથે બજરંગવાડીનાં શખ્સે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરતા ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની વિગત મુજબ મહાનગર પાલિકાની વિજિલન્સ ટીમમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજયભાઈ દયારામભાઈ મહાજન (ઉ.વ.૪૬) સહિતનો સ્ટાફ ગઈકાલે સાધુ વાસવાણી રોડ પર આરએમસીનાં ખુલ્લા પ્લોટમાં દબાણ મહિલા દ્વારા કરવામાં આવયું હોવાથી ટીમ દબાણ દુર કરવા ગયેલી હતી ત્યારે સામાન ભરતી વેળાએ કેળાની રેકડી લઈ ઉભા રહેતા અને બજરંગવાડીમાં આવેલ રાજીવનગરમાં રહેતા સાહિલ ઉર્ફે ભુરો અબ્દુલભાઈ નામના શખ્સે સ્ટાફ સાથે બોલાચાલી કરી કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી ડ્રેસ ફાડી નાખી મારામારી કરતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાહીલ ઉર્ફે ભુરાની ધરપકડ કરી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.