Abtak Media Google News

એક દિવસ માટે ડીસીપ્લીન સાઈડમાં મૂકી અધિકારી કર્મચારીઓ સાથે મળી રમ્યા ધુળેટી

મોરબી : તહેવાર હોય કે ઘરનો પ્રસંગ હોય પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓને હર હમેશ માટે ઘર પરિવારથી દૂર રહી આવા તહેવારોમાં ફરજના ભાગરૂપે બંદોબસ્ત નિભાવવા પડે છે ત્યારે ધુળેટી પર્વ મોરબી જિલ્લાના પોલીસ જવાનો અને અધિકારીઓ માટે આનંદનો ઉત્સવ બન્યો હતો જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે તમામ પોલીસ જવાનો સાથે મળી ધુળેટી પર્વ હળીમળી ને ઉજવ્યો હતો.

આર્મી બાદ પોલીસ વિભાગમાં ડીસીપ્લીનનું ખૂબ જ મહત્વ છે પરંતુ હોળી ધુળેટીના પર્વે એક દિવસ માટે ડીસીપ્લીનને સાઈડમાં રાખી મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડે અધિકારીથી લઈ પોલીસ જવાન પરિવાર સાથે પર્વનો આનંદ માણી શકે તે માટે અનેરું અનોખું આયોજન કરી સૌ એ સાથે મળી રંગોનો ઉત્સવ માણ્યો હતો.

મોરબીમા ગઈકાલે ઠેર ઠેર ધુળેટી ની રંગે ચંગે ઉજવણી થઈ હતી જેમા બારેમાસ પ્રોટોકોલ અને બંદોબસ્ત માં વ્યસ્ત રહેતા મોરબી પોલીસના જવાનોએ પરિવાર સાથે ધુળેટી ના રંગ મા રંગાઈ ને ઉજવણી કરી હતી અને મોરબીના તમામ પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો સાથે જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે એક દિવસ ડિસીપ્લીન મુક્ત રહી હળી મળી પોલીસ પરિવાર સાથે ધુળેટીની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી.જો કે મોટેભાગે પોલીસ તહેવારોમા બંદોબસ્તમા જ વ્યસ્ત રહે છે જેથી

ોલીસ પરિવાર ને તહેવારો જેવુ કાઈ હોતુ જ નથી પરંતુ જો પોલીસ વિભાગમાં  જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ જેવા અધિકારીઓ હોય તો પોલીસ પોતાની ફરજની સાથે જીંદગીના રંગો પણ માણી શકે છે. એ, મોરબી એસપી જયપાલસિંહ રાઠોડ સાબીત કરી આપ્યું છે.

જો કે મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિહ રાઠોડે એક કડક પોલીસ અધિકારી ની સાથે સાથે ઉત્તમ પોલીસ અધિકારીનુ બિરૂદ પણ આપીએ તો પણ ઓછું પડે કારણ કે પોતાના સ્ટાફની ચિંતા કરતા આવા અધિકારીઓ ખૂબજ જૂજ હોય છે.

ઉલ્લેખનીય છે કે હોળી ધુળેટી પર્વમાં શહેર મા કોઈ અનિચ્છનિય બનાવ ન બને એ હેતુ થી શહેરમા ચાંપતો બંદોબસ્ત ગોઠવી આવારાતત્વો ને સબક શિખવવા કમર કસી હતી જેને પગલે શાંતિ પુર્ણ માહોલ મા શહેરીજનોએ અને પોલીસે ધુળેટીની ઉજવણી કરી હતી અને જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની કામગીરી ને શહેરીજનોએ વખાણી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.