Abtak Media Google News

કામક્રિડા એ બે જીવને એકમેકમાં સમાવવાનું માધ્યમ છે. ભારતીય સંસ્કૃતિમાં કામસુત્ર એ એવો ગ્રંથ છે જેનાં સંભોગને ખૂબ વિસ્તૃત અને જાણવટની સમજાવવામાં આવ્યો છે એ માત્ર શારિરિક ભુખ સંતોષવાનું સાધન સુધી સિમિત નથી પરંતુ બે વ્યક્તિની લાગણી અને પ્રેમની એક અદ્ભૂત પ્રતિતિ કરાવતુ માધ્યમ છે. પરંતુ આ અદ્ભૂત પ્રતિતિ ક્યારેક તેની ચરમસિમા સુધી નથી પહોંચી શકતી.

જેમાં સંભોગ દરમિયાન અથવા તો સંભોગ પહેલાં જ સ્ત્રી અથવા પુરુષનાં મનમાં રહેલાં સંભોગને સંબંધિત કેટલાંક ભય સતાવે છે જે તેના કોન્ફિડેન્સ અને ઉત્તેજનાને નકારાત્મક અસર કરે છે તો જાણીએ કેટલાંક એવા જ સેક્સને લગતા અને તેને અસર કરતા ભય વિશે જે માત્ર વ્યક્તિની એક માનસિકતા જ હોય છે. અને તેને દુર કેમ કરવા તેની પણ માહિતી મેળવીએ.

– ગર્ભ રહી જવાોન ડર : જ્યારે વયનાં યુગલ સંભોગ કરે છે ત્યારે તેમને અનિચ્છિનય ગર્ભ રહી જવાનો ડર સતાવે છે અને સતત સેક્સ પ્રક્રિયા દરમિયાન મગજમાં ભમ્યા કરે, અને એ ડર સાથે સેક્સના આનંદમાં પણ ભંગ પડે છે. ત્યારે એ લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે પરંતુ જો તેને યોગ્ય રીતે પહેરવામાં ન આવે તો એવી થોડી શક્યતાઓ રહે છે. જેમાં ભાગ્યે જ ગર્ભ રહી જવાની સંભાવના રહે છે. અથવા તો ક્યારેક ભૂતકાળના એવા અનુભવથી પણ યુગલ સેક્સને માણી નથી શકતા ત્યારે પુપ્ત વ્યક્તિઓએ કોન્ડોમના યોગ્ય ઉ૫યોગ વિશે જાણવું જરુરી બને છે. તેમજ એ ભૂતકાળના અનુભવથી વ્યાપેલાં ડરને દૂર કરવા સાયકોથેરાપી લેવી મોટી નથી.

– દુ:ખાવો થવાનો ભય : જે યુવતી કે સ્ત્રી પ્રથમ વાસ સેક્સનો અનુભવ લઇ રહી છે તેના મનમાં સંભોગને લઇને અનેક અસમંજર રહેલી હોય છે. જેમાં મુખ્યત્વે તેની વર્જીનીટી એટલે કે કુંવારીકા પણુ જે સંભોગ દરમિયાન ભંગ થાય છે. અને સાંભેળી વાતોથી તેનાં મનમાં કેવો અને કેટલો દુ:ખાવો થાશે તેનો સતત ભય રહે છે એટલે આ બાબતે પાર્ટનર સાથે મુક્તપણે વાત કરવી જોય અને સંભોગ દરમિયાન ઇન્ટરકોર્સની પ્રક્રિયા ધીમી ગતીએ કરવી જોઇએ અને જરુર જણાય તો લ્યુબ્રીકેન્ટસનો ઉપયોગ કરવો જેથી પ્રથમ સંભોગનો અલૌકિક આનંદ દુ:ખદ નહિં પરંતુ યાદગાર બની રહેશે.

– શરીરના દેખાવ અંગેનો ભય શરીર રચનાનો ભય : જે યુગલો પ્રથમવાર સંભોગ કરી રહ્યા છે તે બંનેના વિચારોમાં તેની નગ્નવસ્તાનાં દેખાવ બાબતનો ડર અવિરત ચાલતો હોય છે કે પાર્ટનરને તેનું નગ્નશરીર કેવું લાગશે….અથવા તેની શારીરીક રચના એટ્રેક્ટીવ છે. કે નહિં પરંતુ એ માત્ર તમારા મનની જ શંકા છે. જ્યારે બંને પાર્ટનર પ્રથમવાર સંભોગ કરી રહ્યા છે ત્યારે ન્યુડ શરીર નહિં પરંતુ બંનેનો આત્મવિશ્વાસ અને એકબીજા સાથેનું લાગણીભર્યુ એકાંત ખૂબ જ મહત્વનું છે અને વાતાવરણનો આનંદ લેવો એ જ તમામો મુખ્ય ઉદ્દેશ હોવો જોઇએ.

– દુર્ગધનો ભય : પાર્ટનર સાથે શારીરીક સંબંધો બાંધતા પહેલાં તેની નજીક આવતા સમયે મનમાં પહેલો વિચાર આવે છે કે શરીર અને મોઢામાંથી દુર્ગધ તો નથી આવતીને અને વિચાર તમારા આત્મવિશ્વાસને ડગમગાવે છે એટલે તેના માટે આત્મવિશ્વાસ કેળવવ સાથે ડિઓડ્રેન્ટ અને માઉથફ્રેશનર રાખો અને જ્યારે પણ પાર્ટનર સાથે જવાનું કે તેની નજીક આવવાનું થાય ત્યારે તેનો ઉપયોગ કરો અને તે હુંફાળી પળોનો આનંદ માણો. અને હા….જ્યારે પણ નીકટ સંબંધોનો સમય આવે ત્યારે એક જ પ્રકારનો ડિઓ અને માઉથફ્રેશનર વાપરવાનું રાખો જેથી તે તમારી ખુદની સુવાસ બની જાય અને પાર્ટનર એ સુવાસ માત્રથી ઉત્તેજીત થઇ જાય છે.

– અસંતોષનો ભય

-સંતોષ ન આવી શકવાનો ભય :

આ માનસિકતા મોટાભાગે પુરુષોમા વધુ જોવા મળે છે કે તેનું લીંગ પૂરતા પ્રમાણમાં મોટું નથી, લાંબા સમય સુધી કાર્યરત રહેતો નથી, સ્ત્રીને સંતોષ આપ્યા વગર જ તેને સ્ખલન થઇ જાય. અને આવા ઘણા વિચારોથી સંભોગ બાબતે તેનામાં અસંતોષ પ્રવર્તે છે. અને આ પ્રકારની માનસિકતા પોર્ન મોડેલ અને વિડિયો જોઇને કેળવાઇ હોય છે જે ખરેખર સાચુ હોતુ નથી અને બાબત ધ્યાનમાં રાખવી જરુરી છે કે તમારો પાર્ટનર તમારી સાથે આવ્યા પહેલા પોર્નસ્ટાર સાથે ગયો હશે તે અશક્ય છે તમને તમારી કાબેલિયત શક્તિ પર પૂરો ભરોસો હોવા જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.