Abtak Media Google News

ડિવોર્સ બાદની એકલતા તમારા સ્વાસ્થ્યને કેવી અસર પહોંચાડે છે.

ડિવોર્સ કહો કે તલાક કે પછી છુટ્ટા છેડા દરેક શાદનો અર્થ એક  થાય છે કે એક સાથી બીજા સાથીના સાથ માંથી મુક્ત થાય છે , અલગ થાય છે. અલગ થવામાં કઈ પ્રોબ્લેમ નથી હોતો. પરંતુ જયારે એક વ્યક્તિ સાથે લગ્ન સંબંધથી જોડાયા હોય અને બાદમાં તેનથી જ અલગ થવાનો વારો આવે ત્યારે સાથી વગરની એકલતા વ્યક્તિને કોરી ખાય છે. જેના કારણે અનેક રીતે બીમારીઓનો સામનો કરવાનો વારો આવે છે. તો આવો જાણીએ કે તલાક બાદની એકલતાનું શું અપરિણામ આવે છે…???

વજન વધવો અથવા ઘટવો :

Eccbc87E4B5Ce2Fe28308Fd9F2A7Baf3 37
જયારે વ્યક્તિ કોઈના સાથનો આદિ બન્યો હોય અને એકલા જીવવાનો વારો આવે ત્યારે તે એકલતાને સાંખી નથી શકતો જેની અસર તેના આહાર પર પણ પડે છે. જેમાં કોઈને એનું ભાન નથી રહેતું કે રોજનું કિટાળુ ભોજન આરોગે છે તો કોઈને ભૂખનું ભાન નથી રહેતું અને હાર સૌ નહિવત લે છે. આમ બંને રીતે તેના સ્વસ્થ્યને જ નુકશાન પહોંચે છે.

ચયાપચયની પ્રક્રિયામાં અનિયમિતતા :

Shutterstock 41587519
જયારે વ્યક્તિ એક સમયે અનેક મુશ્કેલીઓનો સામનો કરતી હોય છે તેવા સમયે તેને બ્લડ પ્રેસર, હાય બ્લડ સુગર, પેટની ચરબીમાં વધારો, કોલેસ્ટેરોલનું વધવું વગેરે સ્વાસ્થ્ય લક્ષી પ્રશ્નોનો સામનો કરવાનો વારો આવે છે જેની અસર વ્યક્તિના પાચન તંત્ર પર પણ પડતી જોવા મળી છે. આ પ્રશ્ન શેકલ્ટનો ભોગ બનેલી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે.

હાર્ટને લગતી બીમારી :

Screenshot 4 3
આ પ્રકારની બીમારી મોટા ભાગે વાયો વૃદ્ધ વ્યક્તિઓમાં જોવા જવા મળે છે. પરંતુ વ્યક્તિને જયારે તેની એકલતા કોરી ખાય છે ત્યારે તેની અસત તેનાહાર્ટ પર પણ પડે છે અને હાર્ટની નળી ઓ બ્લોક થવાના ચાન્સ વધી જાય છે.

અનિંદ્રા :

Sleeping
જીવન સાથીની યાદ એકલતામાં વધુ આવતી હોય છે અને જયારે જીવનભરનો સાથ એક જ નિર્ણયથી છૂટી જાય છે ત્યારે તેની યાદ પણ એટલી એવે છે. જેના કારણે રાતે સરખી ઊંઘ ન આવવાનો તેમજ અનિંદ્રાનો પ્રશ્ન ઉદભવે છે.

ઉદાસી કે હતાશા :

Overwhelmed
એકલતામાં ઉદાસી કે હતાશા આવવી એ સ્વાભાવિક બાબત છે. એ નિરાશાને કારણે જાણે જીવન જીવવાનો ઉત્સાહ જ ના રહ્યો તેમ વ્યક્તિ જીવનના દરેક રંગથી દૂર થતો જાય છે.

એક જગ્યાએ અટકી જવું  :

Pessimist Negative On Gray Background
જીવનમાં કોઈ વ્યક્તિ આવે છે અને જાય છે તે વાતથી દરેકને અસર તો થતી જ હોય છે પરંતુ ડિવોર્સ બાદની એકતાથી વ્યક્તિ એટલો ભાંગી પડ્યો હોય છે જેના કારણે એક પરિસ્થિતિમાં અટકી જાય છે. તેના માટે જમવું, કોઈને મળવું કે જીવનમાં આગળ વધવું દરેક બાબત નકારાત્મકતા જ લાવે છે જે આગળ જતા તેના સ્વાસ્થ્યને નુકશાનકારક સાબિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.