Abtak Media Google News

આગામી ત્રણ માસમાં દેશની અર્થવ્યવસ્થામાં ઝડપી સુધારો થશે: વિકાસ દરમાં પણ જોવા મળશે વૃદ્ધિ

હાલ ભારત દેશ અનેકવિધ રીતે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યું છે ત્યારે સાથો સાથ દેશની જે અર્થવ્યવસ્થા મજબુત હોવી જોઈએ તેમાં પણ ઘણાખરા પ્રશ્ર્નો ઉદભવિત થઈ રહ્યા છે. એક તરફ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું જે લક્ષ્ય સાધવામાં આવ્યું છે અને દેશનો જીડીપી ગ્રોથ ૮ ટકા કરવાનો જે નિર્ધાર કર્યો છે તેને પહોંચી વળવા માટે અનેકવિધ સુધારાઓ અને વિકાસલક્ષી યોજનાઓ અમલી બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Advertisement

વિપક્ષો દ્વારા જે રીતે કેન્દ્ર સરકાર ઉપર ટીકા-ટીપ્પણીઓ કરવામાં આવી રહી છે અને જે વિકાસદરને વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યા હોવાનું સામે આવતાની સાથે જ દેશના જાણીતા ઉધોગપતિ અને રિલાયન્સ ગ્રુપનાં મુકેશ અંબાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશ અને દેશમાં વસતા લોકોએ ગભરાવવાની સહેજ પણ જરૂર નથી. કારણકે સરકાર દ્વારા જે સુધારાઓ અર્થતંત્રને વિકસિત બનાવવા અને વેગવંતુ બનાવવા માટે કરવામાં આવી રહ્યા છે તેનાથી અર્થતંત્ર જલ્દીથી બેઠુ થશે. હાલ કોરોના વાયરસની અસર વૈશ્ર્વિક સ્તર પર જોવા મળી રહી છે જેના પરીણામે શેરબજારમાં પણ સ્થિરતા જોવા મળતી નથી પરંતુ આ પ્રશ્ર્ન ટુંક સમયનો જ હોવાથી દેશે સહેજ પણ ગભરાવવાની જરૂર નથી તેમ પણ રિલાયન્સના મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. જીડીપી અને જે વિશ્ર્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા જે ભારત છે તેનો વિકાસદર ડિસેમ્બરમાં ૪.૭ ટકા રહેવા પામ્યો હતો કે જે ગત વર્ષે ૫.૧ ટકા રહ્યો હતો. દેશની અર્થવ્યવસ્થા નબળી હોવાના કારણે જે રીતે નિકાસને વેગ મળવો જોઈએ તે પણ જોવા ન મળતા અનેકવિધ પ્રશ્ર્નો પણ ઉદભવિત થઈ રહ્યા છે.

4 Banna For Site

સરકાર જે રીતે મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપર જે મદાર રાખી વિકાસલક્ષી યોજનાઓ બનાવી રહ્યા છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે આવનારા સમયમાં દેશની અર્થવ્યવસ્થા ઘણાખરા અંશે મજબુત થશે અને દેશનું ભવિષ્ય ઉજળુ હોવાનું પણ રિલાયન્સના મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. આર્થિક સ્થિતિ નબળી હોવાનાં અનેકવિધ કારણો સામે આવ્યા છે પરંતુ સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેનાથી ઘણોખરો ફાયદો દેશને પહોંચી રહ્યો છે. માનવામાં આવે છે કે, દેશની અર્થવ્યવસ્થા નબળી હોવાના કારણે બેરોજગારીનું પ્રમાણ ખુબ વધુ જોવા મળી રહ્યું છે પરંતુ સરકાર દ્વારા જે રીતે સ્થાનિક ઉત્પાદનને વેગ મળી રહે તે માટે જે યોજનાઓ બનાવવામાં આવી છે તેનાથી માત્ર અર્થવ્યવસ્થા જ નહીં પરંતુ દેશના વિકાસ માટે જરૂરીયાતભર્યા તમામ ક્ષેત્રનો પૂર્ણત: વિકાસ પણ જોવા મળશે. હાલ રિલાયન્સ ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ પ્રકારે  કામગીરી કરી રહી છે અને તેનો ફાયદો દેશનાં ડિજિટલ ક્ષેત્રને પણ પૂર્ણત: મળી રહ્યો છે ત્યારે દેશની અર્થવ્યવસ્થાને ધ્યાને લેતા મુકેશ અંબાણીએ લોકોને આશ્ર્વાસન આપતા જણાવ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા વહેલાસર સ્થિર થશે અને દેશને તેનો ઘણો ખરો ફાયદો પણ પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.