Abtak Media Google News

૩૩ ટીમો દ્વારા કામગીરી શરૂ

કોરોના વાઇરસની મહામારી સંક્રમણને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જંગલેશ્વર વિસ્તાર સિવાયના વોર્ડ નં. ૦૧, ૦૨, ૦૪, ૦૬, ૦૭, ૦૮, ૦૯, ૧૦, ૧૨, ૧૩, ૧૭ અને ૧૮ના વિસ્તારોમાં આરોગ્ય શાખાની ૩૩ ટીમો દ્વારા ડોર – ટુ – ડોર એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચકાસણી કરવામાં આવે છે. આ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને કોરોના અંગેના લક્ષણોની ચકાસણી કરવામાં આવે છે, જો કોઈ ઘરે લક્ષણો ધરાવતા વ્યક્તિ મળી આવે તો તેને જરૂરી માર્ગદર્શન અથવા રીફર કરવામાં આવશે, લક્ષણો પરથી જરૂરી જણાય તો જે તે વ્યક્તિનો રીપોર્ટ પણ કરવામાં આવશે. તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું.

Advertisement

વધુમાં જણાવ્યું હતું કે, મનપાની આરોગ્ય શાખા દ્વારા જંગલેશ્વર વિસ્તાર સિવાય શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૬૬ મેમ્બરોની ૩૩ ટીમો દ્વારા એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચકાસણી શરુ કરવામાં આવેલ છે. જેમાં ૫ સુપરવાઇઝર પણ સાથે રહેશે. આ ટીમો દ્વારા શહેરમાં ડોર – ટુ – ડોર જઈ કોરોના વાઈરસના લક્ષણો અંગે તપાસ કરવામાં આવે છે. જેમાં ઉધરસ, તાવ અને શરદીની ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાશે તો તેને જરૂરી માર્ગદર્શન અથવા રીફર કે રીપોર્ટ કરવામાં આવશે.

આ ટીમો દ્વારા જંગલેશ્વર સિવાય શહેરમાં વોર્ડ નં.૦૧ના શ્યામનગર, રૈયાધાર, વોર્ડ નં. ૦૨ના કોપર હાઈટ્સ, એરપોર્ટ રોડ, વોર્ડ નં. ૦૪ના જયજવાન સોસાયટી, સુખદેવ પાર્ક, મોરબી રોડ, ભગવતીપરા, વોર્ડ નં.૦૬ના ભગવતી સોસાયટી, વોર્ડ નં. ૦૭ના પ્રહલાદ પ્લોટ, શ્રીનાથજી ટાવર, કિંગ્સ હાઈટ્સ, અમીન માર્ગ, વોર્ડ નં. ૦૮ના મેઘમાયા નગર, આર્યનગર, બ્રમ્હાણીયાપરા,  વોર્ડ નં. ૦૯ના શ્યામલ વાટિકા, ગણેશ પાર્ક, વોર્ડ નં. ૧૦ના તિરૂપતી નગર, ભોજલરામ મેઈન રોડ, વોર્ડ નં. ૧૨ના મવડી, પુનીતનગર સોસાયટી, વોર્ડ નં. ૧૩ના ન્યુ. પપૈયાવાડી, લોધેશ્વર, રામનગર, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ટાપુ ભવન, આંબેડકરનગર, વોર્ડ નં. ૧૭ના રાજલક્ષ્મી સોસાયટી, અયોધ્યા સોસાયટી, ભગવતીનગર, વોર્ડ નં. ૧૮ના કોઠારીયા વગેરે વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.