• માનવી એક સામાજીક પ્રાણી છે, આપણાં મનમાં રોજ સારા અને ખરાબ વિચારો આવતાં જ રહે છે: એક સુવિચાર પ્રગતિ કરાવે તો ખરાબ વિચાર શેતાન બનાવી દે છે
  • નકારત્મક વિચારો આપણી ઘણી શકિત ઓછી કરે છે: આજે સંબંધ સાચવવા અઘરા નથી, પણ તેની સાથે જોડાયેલા જુદા-જુદા વિચારોને સાચવવા અઘરા છે

પૃથ્વી પર વસતા તમામ જીવોમાં એક માત્ર માણસને  બુઘ્ધિ મન કે વિચારવાની શકિત આપેલી હોવાથી તે એક સામાજીક પ્રાણી કહેવાય છે. પશુ-પંખીઓ વિચારી શકતા નથી. માણસ નાનો કે મોટો, ગરીબ કે શ્રીમંત બધા જ ને સતત વિચારો આવે છે. સારા વિચારો સાથે ખરાબ વિચારો પણ આવતાં હોવાથી સકારાત્મક અને નકારાત્મક અસરો પર પડે છે. નકારાત્મક વિચારો આવવાથી આપણી નેગેટીવીટી બહાર નીકળે છે. રાત્રે સુતા હોય ત્યારે શરીરનાં બધા અંગો આરામ ફરકાવતા હોય ત્યારે એક માત્ર મગજ કાર્યરત હોવાથી સમગ્ર દિવસની દિનચર્યા સાથે જેને આપણે મળ્યા હોય તેની વાતચિત સંદર્ભેના વિવિધ વિચારો સતત આપણાં મન કે મગજમાં ભટકતા રહે છે.

Dress is not only 'dress' but also identity with culture
Dress is not only ‘dress’ but also identity with culture

આજના યુગના માણસના મનમાં કાંઇક હોય છે, ને વિચારી છે, કાંઇક અને કરે છે ‘કાંઇક’ આવી સ્થિતિ લગભગ બધે જોવા મળે છે. સોશિયલ મીડિયાના યુગમાં રોજ સુવિચાર આવતાં જ હોય છે, પણ તેનો અમલ કયાંય જોવા મળતો નથી. એક સારો વિચાર પ્રગતિ કરાવે તો એક ખરાબ વિચાર શેતાન બનાવી દે છે. નેગેટીવ થીંકીગ આપણી શરીર સ્વાસ્થ્ય ઉપર ઘણી અસર કરતું હોવાથી સકારાત્મક વલણ જ માનસિક સ્વસ્થતા આપે છે.મુકત વિચારોના દિવસની ઉજવણી આજ માસના અંતિમ દિવસોમાં વિશ્ર્વના ઘણા દેશોમાં થાય છે. નવી શકયતાઓ અને વિચરો માટે તમારું મન ખોલવું જરુરી છે.

Dress is not only 'dress' but also identity with culture
Dress is not only ‘dress’ but also identity with culture

આઉટ ઓફ બોકસ જઇને કંઇક નોખું અને કંઇક અનોખું વિચારવાની કળા દ્વારા માનવીનો વિકાસ થતો હોવાથી આ બાબતે સૌએ વિચારવું જોઇએ, એક સામાન્ય વિચાર માત્ર સમાજમાં બદલાવ લાવવાની તાકાત ધરાવે છે, વિચારો આવવાની પ્રક્રિયા અતૂટ હોય છે, એ ગમે ત્યારે ગમે તેટલા આવી શકે છે. આજનાં શિક્ષણ અને ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં માનવી વિચારોનાં ઘોડાપુરમાં તણાવો જોવા મળે છે.આપણાં સંર્વાગી વિકાસમાં આપણાં વિચાર વિશ્ર્વનું ઘણું મહત્વ હોય છે, વિચારોને અમલમાં મુકવા પ્લાનીંગ, આપણી આવડત સાથે પુરૂષાર્થ જેવા ઘણા મુદા વિચારવા પડે છે.

વય-કક્ષા- ક્ષમતા મુજબ આવતાં વિચારો અલગ અલગ હોય છે. ઘણીવાર કોઇ દ્રશ્ય જોઇને કે વાંચન કરીને કે કોઇની વાત ઉપરથી આપણને વિચાર આવવા લાગે છે. થીંકીંગ અનલીમીટેડ સૂત્રની જેમ આપણે પણ રાઉન્ડ ધ કલોક વિચારતા હોય છીએ, એમાં પોતાના માટે પરિવાર માટે કે અન્ય કોઇ બીજી વ્યકિત માટે વિચારતા હોવા છીએ. આજે સ્વાર્થની દુનિયામાં માનવીના વિચારોમાં પણ પરિવર્તન આવ્યું છે. દુનિયાની કોઇપણ શોધ સંશોધના પાયામાં એક નાનકડો વિચાર જ હોય છે.આપણાં વિચારો ઉપર આપણો જ અંકુશ હોતો નથી,

Dress is not only 'dress' but also identity with culture
Dress is not only ‘dress’ but also identity with culture

સતત વિચારોનું વાવાઝોડું કયારે વિચારવાયું બનીને માનસિક સ્વાસ્થ્ય પણ બગાડે છે. વિચારો આવે તે પહેલા તેને જાણી પણ શકતા નથી, અટકાવી શકતા નથી વિચારો તો આવેને જાય પણ વિચારોનું મુળ આત્મા છે. વિશ્ર્વના મહાન વિચારકોનો ઇતિહાસ તપાસીને તો પ્રારંભે તેનો વિરોધ થયો હતો. તમારા મનની વિવિધ ધારણા, વિચારો અને ચિંતા ને સતત તમ અવલોકન કરીને તેના પર વિચારીને જે નિર્ણય લો તે યોગ્ય હોય શકે. ફકત જ્ઞાનીને જ વિચાર આવે એવું નથી. ઘણીવાર સાવ અભણ માણસ પણ સરસ એક વિચારથી ક્રાંતિ લાવી શકે છે, અને જીવન પણ બદલાવી શકે છે.

ખરાબ વિચારો શરીરને અંદરથી ખોખલું બનાવી દે છે, તેનાથી એન્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ જેવા ઘણા રોગો થઇ શકે છે. દરેક માનવીએ સારુ બોલવું, વાંચવું, સમજવું અને વિચારવું જરુરી છે. આપણા વિચારો, લાગણી અને વ્યવહાર એકબીજા સાથે જોડાયેલા છે. તમારા વિચારોને કારણે જ તમારો સ્વભાવ પણ એવો જ થતો હોવાથી ‘સુ’વિચારથી સ્વસ્થ જીવન જીવી શકો છે. આપણને ઘણીવાર પ્રશ્ર્ન થાય કે મગજમાં વિચારો કેમ ખુટતા નથી. આજે પરિવારમાં પણ વિચાર ભેદ જોવા મળે છે, એક જ મા-બાપના સંતાનો પણ સરખા વિચારશરણી ધરાવતા નથી, સમસ્યાનો ઉકેલ લાવવા પણ વિચાર વલોણું કરવું જ પડે છે. કોઇપણ સમસ્યાનો ઉકેલ તેના પર વિચાર મંથન જરુરી છે.

મન ચંચળ હોવાથી તમારી એકાગ્રતા ભંગ કરે છે. તમે અતિ મહત્વની પ્રવૃતિ કરતાં હો ત્યારે પણ વિચારો તો આવતાં જ રહે છે, કારણ કે વિચારો કરવા એ મનની પ્રકૃતિ છે. તમારા વિચારો ફકત સુગંધ છે, તુ સુગંધ આપે કે ગંઘ આપે છે. ઘણા ખરાબ વિચારોને કારણે જ માણસ આત્મહત્યા કરવા પ્રેરાય છે. તો સતત વિચારોને કારણે તેની અસર ઊંઘ પર પણ પડે છે. આપણાં મનમાં વિચારો કયારે આવે, કેવા આવે, શું કામ આવે કે સતત આવતા રહે છે. તેનું કારણ એ છે કે કોઇપણ સ્થિતિ કે પડકારો જયારે મનમાં પ્રવેશ કરે છે ત્યારે જ તે બાબતનાં વિચારો આવવા લાગે છે.

Dress is not only 'dress' but also identity with culture
Dress is not only ‘dress’ but also identity with culture

વિશ્ર્વના મહાન વિચારકોમાં ચાણકય, કૌટિલ્ય, ઓશો, ચીનના કોન્ફયુશિયસ, રશિયન લેખક લિયોટોલ્સ્ટોપ, ફ્રાન્સના રૂસો અને વોલ્ટેર અગ્રિમ સ્થાન ધરાવે છે. વિશ્ર્વની કેટલીક વ્યકિતઓના વિચારો લેખો એ સમાજમાં સામાજીક પરિવર્તન અને ક્રાંતિ લાવવાનો માર્ગ સરળ બનાવ્યો હતો. ગ્રીક ચિંતક સોક્રેટીસ મહાન વિચારક હતા, તથા પ્લેટો તેમના શિષ્ય હતા. આપણાં આર્યભટ્ટ વિશ્ર્વમાં પ્રથમવાર જણાવ્યું કે પૃથ્વી તેની ધરી આસપાસ ફરતી હોવાથી દિવસ-રાત થાય છે. ઘણા વિચારોના વિચારોને કારણે જ આજે આપણે આ ભવ્ય ભૌતિક સુવિધા સંપન્ન પૃથ્વી પર વસવાટ કરી રહ્યા છીએ.

વિચારો કેટલા આવે છે, એ મહત્વનું નથી પણ કેવા વિચારો આવે છે, એ મહત્વનું

અમુક હદ કરતાં વધુ પડતું વિચારવાની અમુકને આદત હોય છે. વિચારોને માનસિક શાંતિ સાથે સંબંધ હોવાથી આપણાં વિચારો ઉપર નિયંત્રણ જરુરી છે. વિચારો કેટલા આવે છે એ મહત્વનું નથી, પણ કેવા આવે છે, એ અગત્યની બાબત છે. તમાર જાતને જાણો અને આપણાં વિચારો સાથે સમય વિતાવવો જરુરી છે. ભૂતકાળ કે ભયના કારણે વધુ પડતું આપણે વિચારતા હોઇએ છીએ. છેલ્લી બે સદીમાં દુનિયામાં ચાર થી પાંચ વિચારકો એવા થઇ ગયા કે તેણે દુનિયાનો નકશો બદલી નાખ્યો, કાર્લ માર્કલની વિચારશરણીનો અમલ રશિયમાં કર્યોને ક્રાંતિ થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.