Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગરમાં એક કાર ચાલક નશા ભરી હાલતમાં નીકળ્યો હતો એ દરમ્યાન ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર સ્ટ્રીટ લાઇટના પોલ તેમજ દીવાલ સાથે ટકરાતા ભારે નુકસાની થઈ હતી ત્યારે આ મામલાની પોલીસને જાણ થતા વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ જામનગર જીલ્લાના શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારની છે જ્યાં નશામાં ધુત્ત કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા કાર દીવાલ સાથે અથડાઈ હતી ઉપરાંત સ્ટ્રેટ લાઈટ ભાંગીને તેની કારના કાચમાં ઘૂસી ગઈ હતી.

Whatsapp Image 2023 03 17 At 13.02.10

આ અકસ્માતમાં સદ્ભાગ્ય કારચાલકને કોઈ ઇજા થઈ ન હતી, અને તે બહાર નીકળીને ભાગી છૂટ્યો હતો. આ ઘટનાને લઈને લોકોનું ટોળું એકત્ર થયું હતું. સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં સિટી સી. ડિવિઝન પોલીસે કારનો કબજો સંભાળ્યો છે, અને તેના ચાલક ની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.