Abtak Media Google News

તાલુકા સેવા સદનમાં લોકોને  આધારકાર્ડ કાઢવવા માટે ધરમ ધક્કા

મોરબી : સમગ્ર મોરબીમાં માત્ર એક જ જગ્યાએ ચાલતી આધારકાર્ડની કામગીરી છેલ્લા ૨૨ દિવસથી ઠપ્પ થઈ જતા લોઊંને તાલુકા સેવા સદનના ધરમ ધક્કા થઈ રહ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ હાલમાં મોરબી શહેર જિલ્લામાંથી દરરોજ હજારો લોકો આધારકાર્ડ કાઢવવા માટે લાલબાગ તાલુકા સેવા સદન ખાતે આવે છે પરંતુ કોઈ કારણોસર છેલ્લા ૨૨ દિવસથી આધારકાર્ડની બન્ને કિટો બંધ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સામાન્ય સંજોગોમાં પણ કનેક્ટિવિટીની સમસ્યાના કારણે ગોકળ ગાય ગતિએ ચાલતી આધારકાર્ડની કામગીરી ૨૨ દિવસથી બંધ હોવા અંગે કામગીરી સાંભળતા સોયબ સુમરાનો સંપર્ક કરતા ટેક્નિકલ ખામીને કારણભૂત ગણાવી હતી અને આજથી એક કીટ દ્વારા આધારકાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રાઇવેટ સેન્ટરોમાં આધારકાર્ડ કાઢી આપવામાં આવતા હતા પરંતુ ખાનગીમાં આધારકાર્ડની કામગીરી બંધ કરાતા લોકોને એક માત્ર તાલુકા સેન્ટરના કેન્દ્ર પર જ આવવું પડે છે, આ સંજોગોમાં મોરબીમાં આધારકાર્ડની કામગીરી ૧૦૦ ટકા થઈ ગયા બંગ ફૂંકતા તંત્રવાહકોએ સત્વરે લોકોની હાલાકી દુર કરવા આધારકાર્ડ કાઢવાની કિટો વધારવાની જરૂરિયાત હોવાનું મુનાસીબ સમજી લોકોની મુશ્કેલી દૂર કરવી જોઈએ

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.