Abtak Media Google News
  • મેકડોવેલ્સ બ્રાન્ડની 60 બોટલ નકલી દારૂ, 385 લિટર કેફી પ્રવાહી અને દારૂ બનાવવાના સાધનો સહિતનો મુદામાલ કબ્જે
  • બે દિવસ પૂર્વે શરૂ થયેલી ડુપ્લીકેટ વિદેશી દારૂની ફેકટરી સંચાલક ઝડપાયો એક ફરાર

ધંધૂકા અને બરવાળા પંથકમાં તાજેતરમાં જ દારૂના બદલે ઝેરી કેમિકલનું સેવન કરવાના કારણે 55 જેટલા શ્રમજીવીઓએ જીવ ગુમાવ્યો હોવા છતાં દારૂના નામે ગમે તે નશીલું પ્રવાહી વેચવાનું બેરોકટો ચાલી રહ્યું હોય તેમ લોધિકા તાલુકાના મોટા વડા ગામે વાડીમાં દેશી દારૂમાં એસન્સ, સ્પીરીટ અને કલર મિકસ કરી તૈયાર કરાયેલી ડુપ્લીકેટ વિદેશી દારૂની ફેકટરી લોધિકા પોલીસે ઝડપી એક શખ્સની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન રાજકોટનો શખ્સ ભાગી છુટયો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોધિકા તાલુકાના મોટા વડા ગામે રહેતા યોગેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા અને રાજકોટના નવલનગરમાં રહેતા તેના પિતરાઇ દિગ્વીજયસિંહ ભરતસિંહ જાડેજાએ પોતાની

વાડીમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેકટરી શરૂ કર્યાની બાતમીના આધારે લોધિકા પોલીસ મથકના પી.આઇ. કે.કે.જાડેજા, કોન્સ્ટેબલ અજયસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા અને રાજદીપસિંહ ગોહિલ સહિતના સ્ટાફે મોટા વડા ગામની સીમમાં દરોડો પાડયો હતો.

પોલીસના દરોડા દરમિયાન વાડીની ઓરડીમાં દારૂ બનાવવાના સાધન સામગ્રી, 385 લિટર કેફી પ્રવાહી, 60 બોટલ ડુપ્લીકેટ વિદેશી દારૂ ભરેલો મેકડોવેલ્સના સ્ટીકર મળી આવતા વાડી માલિક યોગેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી છે. તેની પૂછપરછમા રાજકોટ રહેતા પોતાના પિતરાઇ દિગ્વીજયસિંહ સાથે મળી બે દિવસ પહેલાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી શરૂ કરી હોવાનુંબહાર આવ્યું છે. પોલીસે દિગ્વીજયસિંહ જાડેજાની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.