Abtak Media Google News

શહેનશાહ, બાદશાહ અને સિંધમ એટલે કે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને અજય દેવગનને એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઈડી)એ નોટિસ મોકલી છેલ્લા અમુક વર્ષોના વિદેશી નાણા વ્યવહારની વિગતો આપવા જણાવ્યું છે. બચ્ચન પરિવારમાં અમિતાભ, અભિષેક, જયા અને ઐશ્વર્યાને છેલ્લા ૧૩ વર્ષના વિદેશી નાણાકી વ્યવહારો કે લેવડ-દેવડની વિગતો આપવા સરકારી તંત્રએ જણાવ્યું છે. ફેમાની સેકશન ૩૭ અંતર્ગત આ નોટિસ મોકલવામાં આવી છે. બચ્ચન પરિવારે ૨૦૦૪ થી આજ સુધીની વિગતો આપવી પડશે. નોટિસમાં તપાસ શ‚ થાય તે પહેલા વિગતો આપવા કહેવાયું છે. એ જ રીતે આઈપીએલ ટીમ કલકતા નાઈટ રાઈડર (કેઆરકે)ના માલિક દરજ્જે શાહરુખ ખાન તેની પત્ની ગૌરી ખાન,પાર્ટનર અભિનેત્રી જુહી ચાવલા વિગેરેને પણ ઈડીએ સમન્સ પાઠવી ફેમાના કેસમાં વિગતો માગી છે. તેમને મુદત આપીને સમયસર વિદેશી આર્થિક વ્યવહારો અંગે ખુલાસો કરવા કહેવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.