Abtak Media Google News

ગુજરાતનાં શિક્ષણમંત્રી અને ક્ષત્રિય સમાજનાં આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગોંડલના માજી ધારાસભ્ય અને ક્ષત્રિય અગ્રણી મહિપતસિંહ જાડેજાએ ભાજપનું સમર્થન કરતા તેમને ફોન કરી શુભેચ્છા પાઠવી હતી. મહિપતસિંહ જાડેજાએ ભાજપને સમર્થન આપતાં ક્ષત્રિય સમાજ સહિતના દરેક સમાજના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે ત્યારે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહિપતસિંહને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં સશક્ત ભારતનાં નિર્માણ દરેક સમાજનાં અગ્રણીઓ સાથ-સહકાર આપી રહ્યાં છે ત્યારે ક્ષત્રિય સમાજમાં ઉંચેરી નામના ધરાવતા મહિપતસિંહ જાડેજાએ ભાજપને સમર્થન આપતા તેમનું સ્વાગત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.