Abtak Media Google News

વિધાનસભાની સામાન્ય ચૂંટણી સમગ્ર ગુજરાત રાજયમાં બે તબકકાઓમાં યોજાનાર છે. પ્રથમ તબકકામાં રાજકોટ જિલ્લામાં તા.01/12/2022 ના રોજ ચુંટણી યોજાનાર છે ત્યારે મતદાનની આ પ્રક્રિયા દરમ્યાન મતદારો નિર્ભયપુર્વક અને શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમ્યાન તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહી તેમજ અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહી અને મતદાન પ્રક્રિયા શાંતીપુર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે.

તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મહેશ બાબુએ ચુંટણી માટેના ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ કે અન્ય કોઈપણ વ્યકિત મતદાન મથકના 200 મીટરના વિસ્તારમાં ચુંટણી માટે બુથ ઉભા કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈપણ વ્યક્તિ મતદાન મથક તેમજ તેની આસપાસના 100 મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.

આ હુકમ રાજકોટ શહેર, રાજકોટ તાલુકા સહિત રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે, જેનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શિક્ષાપાત્ર થશે.

ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ હોય તે તમામ તથા ફરજ પરના પોલીસ/ એસઆરપી/ હોમગાર્ડ/ પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને આ હુકમ લાગુ પડશે નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.