Abtak Media Google News

આજે વહેલી સવારે તમામ ચુંટણી સ્ટાફને જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા બોલાવવામાં આવ્યો હતો. વહેલી સવારે ચુંટણી સ્ટાફનું અંતિમ રેન્ડમાઇઝેશન કરીને તમામને મતદાન મથકોની ફાળવણી કરી દેવામાં આવી હતી. આ સાથે ઇવીએમ વીવીપેટની પણ બુથ ફાળવણી કરવામાં આવી હતી.Dsc 9747

ત્યારબાદ બપોરે ૧૨.૧૫ કલાકે તમામ ચૂંટણી સ્ટાફને ભોજન કરાવીને ઇવીએમ- વીવીપેટ સાથે મતદાન મથકે જવા રવાના કરી દેવામાં આવ્યા હતા. તમામ રીસીવીંગ- ડીસ્પેન્ચીંગ સેન્ટરો ખાતે ચુંટણી સ્ટાફની ભારે ભીડ જોવા મળી હતી. બપોરે ચુંટણી સ્ટાફને ઝોન ઓફીસર અને રૂટ સુપરવાઇઝર સાથે પોત-પોતાના મતદાન મથકે જવા બસમાં રવાના કરાયા હતા. આજે સાંજ સુધીમાં તમામ મતદાન મથકો ઉપર ચુંટણી સ્ટાફ કબજો સંભાળી લેવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.