Abtak Media Google News

હાલ રાબેતા મુજબ વીજ પુરવઠાની સપ્લાય: ઉચ્ચ અધિકારીઓએ વીજકર્મીઓની કામગીરીને બીરદાવી

ગત શુક્રવાર અને શનિવાર દરમિયાન સમગ્ર સૌરાષ્ટ-કચ્છમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ દરમિયાન વીજ કર્મચારીઓ દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી હતી અને સૌરાષ્ટ-કચ્છના ર૦૦ થી વધુ ગામોનો વીજ પુરવઠો પૂર્વવત કરાવવામાં આવ્યો હતો ભારે વરસાદને કારણે વીજ તંત્રને ભારે નુકશાની થઇ હતી પરંતુ વીજ કર્મચારીઓએ કઠીન પરિશ્રમ કરીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.

Advertisement

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ગત શુક્રવાર અને શનિવારના રોજ ભારે વરસાદ પડવાથી અનેક સબ સ્ટેશનોમાં પાણી ધુસ્યા હતા. સેંકડો વીજ પોલો ધરાશાયી થઇ ગયા હતા. વરસાદે વીજ પુરવઠાને ભારે અસર પહોચાડી હતી. વરસાદને કારણે રાજકોટ રુરલના ૧૧, પોરબંદરના ૪, જામનગરના ૩૧, ભુજના ૧૧, બોટાદના ૩, અમરેલીના ર અને સુરેન્દ્રનગરના ર જયોતિ ગ્રામ ફીડરો બંધ થઇ ગયા હતા. આમ સૌરાષ્ટ્ર-કચ્છના કુલ ૬૨૨ જયોતિગ્રામ અને એગ્રીકલ્ચર ફીડર બંધ થઇ ગયા હતા. ૨૯૧ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

ઠેર ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઉદભવી હતી. પાણીએ વીજ પુરવઠાની સપ્લાયના સાધનોને ભારે નુકશાન પણ પહોચાડયું હતું. ત્યારે વીજ કર્મચાીરીઓએ રાઉન્ડ ધ કલોક જીવના જોખમે રીપેરીંગની કામગીરી હાથ ધરીને વીજ પુરવઠો પૂર્વવત કરાવ્યો છે. હાલ સમગ્ર સૌરાષ્ટ-કચ્છના ર૦૦ થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયા બાદ તેને પૂર્વવત કરાવવામાં આવ્યો છે. વીજ કર્મચારીઓની આ કામગીરીની ઠેર ઠેર સરાહના પણ થઇ રહી છે.

તમામ વીજ કર્મચારીઓની કામગીરીને પીજીવીસીએલના એમ.ડી. ભાવીન પંડયા અને ચીફ ટેકનીકલ ઓફીસર જે.જે.ગાંધી દ્વારા પણ બીરદાવવામાં આવી છે.

વીજ કર્મીઓને સુરક્ષાનાં સાધનોનો ઉપયોગ કરવા એમ.ડી.ની અપીલ

પુરની પરિસ્થિતિમાં વીજ કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી હતી પરંતુ અનેક વખત વીજ કર્મચારીઓ ઉતાવળમાં સુરક્ષાનાં સાધનોનો ઉપયોગ કરતા નથી ત્યારે પીજીવીસીએલનાં એમ.ડી. ભાવીન પંડયાએ હંમેશા સુરક્ષાનાં સાધનોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત ગ્રાહકોને પણ વિજ અકસ્માત ન થાય તેની તકેદારી રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

ભુજના વીજ કર્મીઓએ બોટમાં જઇને સમાર કામ કર્યુ

ભુજમાં ભારે પાણી ભરાયા બાદ વીજ પુરવઠો પુર્વવત કરાવવાનું કામ અશકય જેવું હતું આ દરમિયાન વીજ કર્મચારીઓએ એનડીઆરએફની ટીમની બોટની મદદ લઇને નીચાણવાળા વિસ્તારમાં જઇ ને ત્થા સમારકામ કરી વીજ પુરવઠો પુર્વવત કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.