Abtak Media Google News

મતદારયાદીની ઝુંબેશમાં 98.34 ટકા મતદારોનું વેરિફિકેશન : 20થી 29 વયજુથના 6966 મતદારોની નોંધણી, 14095 મૃતકોની નામ કમી,  974ની ડુપ્લીકેટ   હોવાથી કમી, 7182ની સ્થળાંતર માટે કમી તેમજ 14186ની સુધારા માટે કાર્યવાહી

Advertisement

આગામી લોકસભા ચૂંટણીઓને અનુલક્ષીને મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા કરાવવા અને નામ કમી કરવા માટે એક મહિનાનો ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં બીએલઓએ ડોર ટુ ડોર ઝુંબેશ હાથ ધરી જિલ્લામાં 98.34 ટકા મતદારોનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે.

આ ઝુંબેશમાં અન્વયે તા.1લી જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરી રહ્યા હોય તેવા યુવાનો મતદાર તરીકે નોંધણી કરાવી આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરાવવા ફોર્મ 6 ભરી આપવામાં આવ્યું હતું. આવા 18થી 19 વર્ષના 6749 યુવા મતદારોનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું હતું. જ્યારે 20થી 29 વયના 6966 લોકોનું પણ ફોર્મ સ્વીકારવામાં આવ્યું હતું.

જ્યારે મૃત્યુ પામ્યા હોય તેવા 14095 મતદારો, ડુપ્લીકેટ હોય તેવા 974 મતદારો અને શિફ્ટેડ કે એબ્સન્ટ હોય તેવા 7182 મતદારોનું ફોર્મ નં.7 ભરવામાં આવ્યું હતું. શિફ્ટિંગ થયેલા 9511 મતદારો, કરેક્શન હોય તેવા 14186 મતદારો, ઇલેક્શન કાર્ડના રિપ્લેસમેન્ટ માટે 1479 મતદારો અને પીડબ્લ્યુડી માર્કિંગ હોય તેવા 47 મતદારોને ફોર્મ નં.8 ભરી આપવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લાની વિધાનસભા બેઠક વાઇઝ કામગીરી જોઈએ તો રાજકોટ પૂર્વમાં 2,98,242  મતદારોમાંથી 2,98,126 , રાજકોટ પશ્ચિમમાં 3,55,438 મતદારોમાંથી 3,26,840, રાજકોટ દક્ષિણમાં 2,57,010 મતદારોમાંથી 2,54,825, રાજકોટ ગ્રામ્યમાં 3,70,556 મતદારોમાંથી 3,67,341, જસદણમાં 2,56,288 મતદારોમાંથી 2,56,288, ગોંડલમાં 2,27,498 મતદારોમાંથી 2,27,498, જેતપૂરમાં 2,75,837 મતદારોમાંથી 2,71,595, ધોરાજીમાં 2,67, 674 મતદારોમાંથી 2,67,674 મતદારો આમ જિલ્લામાં 23,08,543 મતદારોમાંથી 22,70,187 મતદારોનું એટલે કે 98.34 % મતદારોનું વેરિફિકેશન થયુ છે.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ અન્વયે એક મહિના માટે મતદાર યાદી સુધારણા પૂર્વેની પ્રિ- રિવિઝન એકટીવીટી હેઠળ બુથ લેવલ ઓફિસરને ફાળવવામાં આવેલા ભાગમાં સમાવિષ્ટ દરેક ઘરની  મુલાકાત લેવા જણાવાયું હતું. જેને આધારે તેઓએ પોતાને ફાળવવામાં આવેલ વિસ્તારમાં ઘરે ઘરે જઇને મતદારોની વિગતો એકત્રિત કરી હતી.

એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે અને ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય તે માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2024 શરૂ થાય તે પૂર્વે ગત તા.21 જુલાઈથી રાજ્યભરમાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.