Abtak Media Google News
  • રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ઈએનટી વિભાગ દ્વારા કોવિડના દર્દીઓનું સેમ્પલિંગ લેવાની ૧૦૦૦થી વધુ લોકોને તાલીમ અપાઈ

અબતક, રાજકોટ

Advertisement

કોઈપણ વ્યક્તિ કોરોના સંક્રમિત થયેલ છે કે કેમ તે જાણવા માટે નાક અને ગળામાંથી સેમ્પલ લેવામાં આવે છે. આ સેમ્પલ લેતી વખતે વ્યક્તિને કોઈ પ્રકારની તકલીફ ના થાય તેનું ધ્યાન રાખીને સેમ્પલ કેવી રીતે લેવા તે કામગીરી રાજકોટના કાન નાક અને ગળાની સારવારનાં  વિભાગ દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો અંદાજીત ૧૦૦૦ થી વધુ લોકોને સુયોગ્ય રીતે તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજના ઈએનટી વિભાગના એસોસિએટ પ્રોફેસર સેજલબેન નરેશભાઈ મિસ્ત્રી જણાવે છે કે, મને રાજકોટ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર સેમ્પલ કલેક્શનની જવાબદારી સોંપવામાં આવી છે. કોવિડના દર્દીઓનું ટેસ્ટીંગ સક્ષમ રીતે થાય તે માટે ઈએનટી વિભાગ દ્વારા તાલુકા તથા મહાનગરપાલીકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર થી માંડીને લેબ ટેક્નિશ્યન અને હેલ્થવર્કર્સ સુવ્યવસ્થિત રીતે કામગીરી કરી શકે તે માટે તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સેમ્પલ કેવી રીતે લેવા તેની ગાઈડલાઈન અને પ્રેક્ટીકલ સેશન પણ આપવામાં આવ્યા છે, જેથી તેઓ સુવ્યવસ્થિત રીતે સેમ્પલ લઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.