Abtak Media Google News

સૌરાષ્ટ્ર એપીએમસી એસો.એ સરકાર સમક્ષ રજૂ કરી યોજના: આ યોજનામાં સરકારે કોઇ વધારાની ખર્ચ નથી કરવો પડતો: ટેકાના ભાવની ખરીદી જેટલી જ રકમથી ૧૦૦ ટકા ખેડુતો લાભાન્વિત થઇ શકશે

જો ગુજરાત સરકાર ભાવાંતર યોજના દાખલ ન કરી શકે તો રાજ્ય ના દરેક ખેડૂતોને ચોક્કસ યોજનાથી લાભ આપી શકાય તેમ છે. આ યોજનામાં સરકારે કોઈ જાત નો વધારાનો ખર્ચ પણ નથી કરવો પડતો અને ટેકા ના ભાવે જે ખરીદી કરે છે તેટલો જ ખર્ચ કરે તો પણ ૧૦૦% ખેડૂતો ને લાભ મળી શકે છે. આ યોજના માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કૃષિમંત્રી આર સી ફળદુ તેમજ નાફેડ ના અધિકારીઓ ને લેટર લખી સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન વતી પ્રમુખ અતુલભાઇ કામાણીએ ભારપૂર્વક રજુઆત કરી છે.

ખેતીની સમસ્યાઓમાં અપુરતા ભાવએ સૌથી અગત્ગની સમસ્યા છે. હાલના ટેકાના ભાવ જે ગણતરીમાં લેવાય છે તેA2 +Fl ખેડુતો તેમાં AC2+  ઉમેરીને ભાવ માગે છ સરકાર કયોરય પણ A2 +Fl થી  પણ દરેક જણસીઓ ખરીદી શકે તેમ નથી. દેવા માફી એ કાયમી ઉપાયો નથી. વર્તમાન સરકાર જણસીઓ ખરીદી ખેડુતોને MSP ના ભાવ મળે તે માટે કોશિશ કરે છે. કેનદ્ર સરકારના નિયમ મુજબ જે તે રાજયના જે તે જણસીઓના કુલ ઉત્પદાનના રપ ટકા ઉત્પાદન ખરીદવાની સત્તા અને રકમ રાજય સરકારને આપે છે.

સરકારી ખરીદીમાં શું થાય છે તેનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે ગુજરાત સરકાર મગફળીની ખરીદી કરે છે ૨૦૧૮ના કુલ ઉત્પાદન ૩૬.૯૫ લાખ ટનના રપ ટકા લેખે ૬.૭૫ લાખ ટન મગફળી ખરીદવાની જાહેરાત થાય છે એક ખેડુતની ૧રપ મણ મગફળી ખરીદાય છે. મગફળીનો બજાર ભાવ ૮૦૦/- મણ સામાન્ય રીતે ઓપન  માર્કેટમાં ચાલતો હોય છે સરકાર તેનો મણ દીઠ હજાર રૂપિયા આપે છે એટલે ભાવ ફરક કે સબસીડી  એક મણે ર૦૦ લેખે ૧રપ જણના રપ૦૦૦ એક ખેડુત ને આપે છે. બાકીના ૭૫ ટકા ખેડુતોને માલ નુકશાનીમાં વેચાય છે. જો આ રપ૦૦૦ ચાર ખેડુતો વચ્ચે વહેંચી આપવામાં આવે તો દરેક ખેડુતને ૬૨૫૦ આપી શકાય.

હાલમાં સરકાર ૬૦૦૦ રૂપિયા બે હેકટરથી ઓછી જમીન ધરાવતા નાના ખેડુતને આપી રહી છે. તેમાં ઉપરોકત રકમ ઉમેરીને તો દરેક ખેડુતને ૧રરપ૦ રૂપિયા આપી શકાય.

સરકારી ખરીદીમાં બારદાન, મજુર ખર્ચ જેવું કે તોળાઇ ચડાઇ ઉતરાય થપ્પી  મારવીવગેરે પરિવહન નોડલ એજન્સીનું કમિશન, એપીએમસીનો માર્કેટ સેસ જેવા બાર મુદ્દાઓનું કુલ ખર્ચ ૨૩૫/૨૦ કિલો અંદાજીત થાય છે. તેના બદલે ર૦ કિલો દીઠ ર૦૦ રૂપિયા ગણીએ તો ૧રપ મણના બીજા રપ૦૦૦ ખેડુત દીઠ એવી રીતે ખર્ચાય છે કે જેનુ રીફંડ કયારેય સરકાર કે ખેડુતને મળતું નથી. એવા આ રપ હજાર ના ચાર ભાગ કરીએ તો આગલા ૧રપ૦૦ માં બીજા ૬૨૫૦ ઉમેરીને કુ૧૮૭૫૦ ખેડુત દીઠ આપી શકાય. આ ફકત ખરીફ પાકની વાત થઇ આમા રવિપાક જેવા કે ઘઉ ચણા તુવેર વગેરેની ખરીદીમાં થતું નુકશાન નિવારી શકીએ તો બીજા ૧રપ૦૦ રવિ  પાકના ઉમેરી શકાય. આમ ધારીએ તો ખેડુત દીઠ ૩૧૨૫૦ ચુકવી શકીએ એવું એસોસીએશનનું સ્પષ્ટ માનવું છે.

આ વ્યવસ્થા દાખલ કરવામાં ફકત સરકારે ફુડ સિકયોરીટી કે જાહેર વિતરણ વ્યવસ્થા તથા મઘ્યાહન ભોજન જેવી ગરીબ વર્ગને સ્પર્શતી યોજનાઓ પુરતી મર્યાદીત ખરીદી ચાલુ રાખવી બાકીની તમામ જણસીઓની ખરીદી યોજના બંધ કરી આ નાણા જે કૃષિ બજેટમાંથી ખેડુતોના નામે ફાળવવામાં આવે છે તે સીધા ખેડુતોના ખાતામાં નાખવા જોઇએ જો આમ થશે તો સરકારી તિજોરી  પર એક પૈસાના વધારાનો બોજો નાખ્યા સિવાય તમામ ખેડુતોને એમએસપી ને લાભ આપી શકે. તેમ અંતમાં મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.