Abtak Media Google News

“જળ એજ જીવન છે”. એક વયસ્ક પુરુષના શરીરમાં તેના કુલ વજનના ૬૫% પાણી હોય છે જ્યારે એક વયસ્ક સ્ત્રીના શરીરમાં તેના વજનના કુલ ૫૨% પાણી હોય છે. કાળજાળ ગરમીમાં ઠંડુ પાણી નહાવા માટે મળી જાય તો જન્નત મળી ગઈ હોય તેવું લાગે છે. શું તમે ઠંડા પાણીથી નાહવાના ફાયદા જાણો છો? નહીં, તો ચાલો અમે તમને જણાવીએ ઠંડા પાણીથી નાહવાના ફાયદાઓ.

બહુ જ ઓછા લોકો આ હકીકતને જાણતા હશે કે ઠંડા પાણીથી નાહવાથી પુરુષોની પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે. જ્યારે ગરમ પાણીથી નાહવાથી અંડકોષ પર ખરાબ અસર પડી શકે છે. કેમ કે ગરમ પાણી શુક્રાણુઓની સંખ્યાને ઓછી કરી નાંખે છે. જો તમે ઘરમાં નવા બાળકને લાવવાની તૈયારી કરી રહ્યા છો તો ઠંડા પાણીથી નહાવાનું શરૂ કરી દો.

આપણાં શરીરમાં બે પ્રકારની ચરબી હોય છે. પહેલી ચરબી હોય છે વ્હાઇટ ફેટ જે શરીર માટે હાનિકારક હોય છે અને બીજી હોય છે બ્રાઉન ફેટ જે શરીર માટે ફાયદાકારક હોય છે. વ્હાઇટ ફેટ આપણાં શરીરમાં ખોરાક ખાવાથી એકઠો થાય છે જે શરીરના ઘણા ભાગમાં જમા થયેલો હોય છે. ઠંડા પાણીથી નહાવાથી આપની કેલેરી બર્ન થાય છે અને આપણે વજન ઓછું કરી શકીએ છીએ.

હેર એક્સપર્ટ જણાવે છે કે ગરમ પાણીના બદલે ઠંડા પાણીથી વાળ ધોવાથી વાળનું આયુષ્ય લાંબો સમય સુધીનું રહે છે. ઠંડા પાણીથી વાળ ધોવાથી વાળ સફેદ થતાં અટકે છે અને વાળ મુલાયમ રહે છે તથા વાળ આકર્ષક પણ બને છે.

સ્કીન એક્સપર્ટ જણાવે છે કે ઠંડા પાણીથી નહાવાથી વાળની સાથે સાથે ત્વચા પણ ચમકદાર બને છે. મોઢા પર થતાં ખીલની પરેશાની થી બચવા માટે પણ ઠંડા પાણીથી નહાવું જોઈએ. આ સિવાય ચામડીને લગતી કોઈપણ પરેશાની દૂર કરવા માટે અથવા તો આવી પરેશાનીઓથી દૂર રહેવા માટે ઠંડા પાણીનું સ્નાન ખૂબ જ આવશ્યક છે.

ઠંડુ પાણી તમારા સ્વસન પ્રણાલીને પણ સારી બનાવી આપવાની સાથે થાક પણ દૂર કરે છે. આટલું જ નહીં પરંતુ જે લોકોને ઊંઘ ના આવવાની પણ તકલીફ રહેતી હોય તેમના માટે પણ ઠંડા પાણીનું સ્નાન ઉતમ ઈલાજ છે. ઠંડા પાણીને લીધે અનિન્દ્રા ની સમસ્યા દૂર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.