Abtak Media Google News

બોલિવૂડની એવરગ્રીન બ્યુટી કહેવાતી રેખા આજે તેનો 63મો જન્મદિવસ ઉજવી રહી છે. રેખાને આજે બોલિવૂડમાંથી તેમજ તેના પ્રશંસકો તરફથી જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ મળી રહી છે.  તેનો જન્મ 10 ઓક્ટોબર 1954માં  ચેન્નઈમાં થયો હતો.  અને તેના પિતા જૈમિની ગણેશન ખૂબ જાણીતા તમિલ અભિનેતા હતા. અને માતા પુષ્પાવલ્લી તેલુગુ અભિનેત્રી હતી. બાળપણથી ફિલ્મી માહોલમાં ઉછરેલી રેખાને ફિલ્મોમાં આવવા માટે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો નહોતો.

Advertisement

રેખાનું જીવન ઘણા ઉતારચઢાવ વાળું રહ્યું છે અને તેની આસપાસ હંમેશાં એવી કેટલીક વાતો ચર્ચાતી રહેતી હતી જેના કારણે રેખાનું જીવન ઘણાને ભેદી લાગતું હતું. તો વળી અમિતાભ સાથેના તેના સંબંધો આજે પણ જગજાહેર છે અને ગોસિપનો વિષય છે.રેખાએ 50 વર્ષની ફિલ્મી કરિયરમાં 180 કરતાં વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. જે વિષયોને લોકો બોલ્ડ ગણતા હતા રેખાએ તેવા તમામ વિષ્યો સાથે ઉંમરનો બાધ રાખ્યા વિના કામ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.