Abtak Media Google News

અધ્યક્ષ સી.આર. પાટીલનું જિલ્લા ભાજપ દ્વારા જાજરમાન સ્વાગત

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા પારસ હોલ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું રાજકોટ જીલ્લાના સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની,જીલ્લા અધ્યક્ષ ડી.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ ફૂલહાર પહેરાવીને જાજરમાન સન્માન અભિવાદન કર્યુ હતું.

Advertisement

આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષઓ  ગોરધનભાઈ ઝડફિયા, જશુમતીબેન કોરાટ,  કેબીનેટ મંત્રીઓ  જયેશભાઈ રાદડિયા, કુવરજીભાઈ બાવળિયા, રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ,  લાખાભાઈ સાગઠીયા, પૂર્વ સાંસદઓ શિવલાલભાઈ વેકરીયા,  હરિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો બાવનજીભાઈ મેતલિયા, કેન્દ્રિય કામધેનુ આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા, પૂર્વ જીલ્લા પ્રમુખઓ મહેન્દ્રભાઈ પાડલીયા,  નાગદાનભાઈ ચાવડા,  ભાનુબેન બાબરિયા સહિતના ભાજપના આગેવાનોએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું એતિહાસિક સન્માન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં નવનિયુક્ત રાજ્ય સભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજનું રાજકોટ જીલ્લાના અગેવાનોએ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા શિસ્ત બદ્ધ કાર્યકર્તા છે,જે રાષ્ટ્ર સેવા-રાષ્ટ્ર હિતનો જ વિચાર કરતો હોય ભાજપા રાષ્ટ્રની મોટી પાર્ટી છે. જેમાં ૧.૧૩ કરોડ સભ્યો ધરાવે છે. જેઓ ખભે ખભા મિલાવીને ગમે તેવી પરિસ્િિતને સાનુકુળ બનવવામાં સક્ષમ છે.ચુંટણી હોય કે આપતી ગ્રસ્ત, દુષ્કાળ, કોરોના જેવી અનેક મહામારી સામે લડતો કાર્યકર્તા છે. કોરોનાના સમયમાં ભાજપના કાર્યકર્તા પોતાની નીતિનો વિચાર કર્યા વગર છેવાડાના માનવી સુધીને ભોજન માસ્ક સેનેટાયઝર પોહચાડીને લોકોની જાનબક્ષી છે.

આ તકે જીલ્લા પ્રમુખ ડી.કે.સખીયા સાહેબએ પ્રદેશ અધ્ય્ક્ષ સી.આર.પાટીલ તેમજ ઉપસ્થિત સહુ કાર્યકર્તાઓનું ઉમળકાભેર સ્વાગત કરતા જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લાના કાર્યકર્તાઓએ લોકડાઉન દરમ્યાન પછાત વિસ્તાના જરૂરીયારમંદ લોકોને રાશન કીટ-ભોજન માસ્ક-સેનેટાયઝર આપીને ખુબજ મદદ કરી છે તે સહુ કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે માન.વડાપ્રધાન નરેન્દ્વ્ભાઈ મોદી અને માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અનેક વિધ યોજના કી ખેડૂતો તેમજ પછાત વિસ્તારના લોકોને સરકારની રાહત સહાયો પ્રજાજનોને સિધી મળી રહે છે તેમજ ખેડૂતોને વીજળી,પાણી અને પાક વીમા સમયસર મલતા હોવાથી જીલ્લાના ખેડૂતો તથા પ્રજાજનોમાં એક આનંદનો માહોલ છવાયો છે. આ બેઠકમાં જાણીતા ઉધોગપતિ ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ)  કિશનભાઈ ઠક્કર, વિરલભાઈ પનારા તેમજ એનિમલ વેલ્ફેર સંસ્થાના  મિતલભાઈ ખેતાણી, પ્રતિકભાઈ સંઘાણી, ભાવનાબેન મડલો ઓર્ગન ડોનેશન માંથી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.