Abtak Media Google News

પોથી યજમાન પરિવારને માત્ર રૂ.151માં પોથી પુજા માટેનો ત્રાંબાના વાસણોનો સેટ તેમજ તેઓના પિતૃઓના ફોટા મઢાવીને અપાશે: કથાકાર રામેશ્ર્વર બાપુ હરીયાણીને સાંભળવાનો એક અનેરો લ્હાવો

શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા રાજકોટમાં આગામી લાભ પાંચમથી દેવ દીવાળી સુધી સર્વે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પી.એન. ટી.વી. શેઠ હાઇસ્કુલના મેદાનમાં 80 ફુટનો રોડ વાણીયાવાડી બગીચા સામે દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં કોઇ પણ ભેદભાવ વગર તમામ વર્ગના પરિવારોને પોથી યજમાન બનવાનો લાભ મળશે. પોથી યજમાન તરીકે નોંધણી કરાવવા માટે ભાવિકો ઉત્સાહ ભેર આવી રહ્યા છે. આ જ્ઞાન યજ્ઞમાં આયોજક શ્રી આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) જણાવે છે કે કોઇપણ પરિવાર પોથી યજમાન તરીકે જોડાઇ શકે છે.

Advertisement

તેના માટે પરિવાર દીઠ માત્ર રૂા. 151/- પ્રતિ પોથી પાટલો શુલ્ક રાખવામાં આવે છે. જેમાં બીજા કોઇપણ પ્રકારના ચાર્જ આપવાના રહેતા નથી. પોથી યજમાને પોતાના પિતૃદેવોના ફોટાઓ પોસ્ટ કાર્ડ સાઇઝનો આપવાના રહેશે. આયોજકો તરફથી તેઓના પિતૃ દેવોના ફોટા મઢાવી અને નિ:શુલ્ક પણે તેઓને પરત આપવામાં આવશે.પરિવાર દીઠ એક એક પોથી (ભાગવત ગ્રંથ), પુજા માટેના ત્રાંબાના વાસણો એટલે કે એક તરભાણુ, એક પંચ પાત્ર તેમજ એક આચમની યજમાનોને આપવામાં આવશે. આ બધી વસ્તુઓ માટે પોથી યજમાને અલગથી કોઇપણ રકમ આપવાની રહેતી નથી. તેમજ ઉપરોકત દરેક વસ્તુઓ સપ્તાહ પુરી થયા પછી દરેક યજમાનને જ સંસ્થા તરફથી આપી દેવામાં આવશે. દરરોજ બપોરે સમય 2-30 થી 3-00 વાગ્યા સુધી પોતાના પિતૃઓની પુજાનો સમય રહેશે.

પરિવાર જનોના હસ્તે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા દરેક પરિવાર સ્વતંત્ર પાટલા પર પૂજન વિધી કરાવવામાં આવશે. નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ અખબારી યાદીમાં જણાવેલ પ્રથમ દિવસે એટલે તા.29-10, શનિવારે બપોરે-2-30 વાજતે-ગાજતે શ્રી ધારેશ્ર્વર મંદીર ખાતેથી પ્રસ્થાન કરી. કથા સ્થળે શ્રી દ્વારાકાનગરી શેઠ હાઇસ્કુલના બગીચા સામે શેઠ હાઇસ્કુલમાં પહોચશે. મુળ ઝાલાવડના વતની હાલ અમદાવાદ નિવાસી લોકપ્રિય યુવા વક્તા રામેશ્ર્વરબાપુ હરીયાણી સંગીતમય શૈલીમાં કથા શ્રાવણ કરાવશે.દરરોજ કથા શ્રવણ બાદ સાંજે 7 થી 9 વાગ્યા સુધી ઉપસ્થીત તમામ ભાવીકો માટે શુધ્ધ ઘીની મીઠાઈઓ અને ફરસાણ સહીત ભરપેટ મહાપ્રસાદની વ્યવસ્થાઓ રાખેલ છે. સૌને કથા શ્રવણ તેમના મહાપ્રસાદનો લાભ લેવા નરેન્દ્રબાપુના હૃદય પૂર્વકનું જાહેર આમંત્રણ છે.

કથામાં પોથી યજમાન માટેની નામ નોંધણી તા.18/10 મંગળવાર સુધી ચાલુ રહેશે. તેના માટે પિતૃઓના ફોટા સાથે નરેન્દ્રબાપુના કાર્યાલય સરનામું સંપર્ક સાધવો વધુ માહીતી માટે સવારે 10 થી 6 વાગ્યા સુધી સંપર્ક સાધી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.