Abtak Media Google News

ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં લેવાયેલા નિર્ણયોને બહાલી અપાશે:
મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, રાજ્ય સરકારના મંત્રી, સાંસદો અને
ધારાસભ્ય સહિત 700થી વધુ આગેવાનો ઉ5સ્થિત રહેશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના અધ્યક્ષસ્થાને રાજધાની નવી દિલ્હી ખાતે બે દિવસ સુધી ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાઇ હતી. દરમિયાન હવે અલગ-અલગ રાજ્યોમાં હવે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાશે. આગામી 23 અને 24 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગર ખાતે પ્રથમવાર ભાજપની પ્રદેશ કારોબારી બેઠક યોજાશે. તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી કારોબારી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી, રાજ્ય સરકારના મંત્રી, સંસદ સભ્ય અને ધારાસભ્યો સહિત 700થી વધુ આગેવાનો ઉપસ્થિત રહેશે.

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પૂર્ણ થયા બાદ પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાતી હોય છે. જેમાં રાષ્ટ્રીય કાર્યકારીમાં લેવામાં આવેલા તમામ નિર્ણયોને અનુમોદના આપવામાં આવશે. સુરેન્દ્રનગરમાં પ્રથમવાર ભાજપની કારોબારી બેઠક યોજાઇ રહી છે. તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરેન્દ્રનગરના સુખ સાગર ડેરી ખાતે બે દિવસીય કારોબારી બેઠક મળશે. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્ય સરકારના મંત્રી મંડળના તમામ 16 સભ્યો, કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, પુરૂષોત્તમભાઇ રૂપાલા, ડો.મહેન્દ્ર મુંજપરા, દર્શનાબેન જરદોશ, દેવુંસિંહ ચૌહાણ ઉપરાંત લોકસભાના તમામ 26 સાંસદો, રાજ્યસભાના ભાજપના 8 સાંસદો, તમામ 156 ધારાસભ્યો, આઠેય મહાપાલિકાના મેયર, ભાજપ શાસીત જિલ્લા પંચાયતના પ્રમુખ 33 જિલ્લા અને આઠ મહાનગરોના પ્રમુખ તથા મહામંત્રીઓ, અલગ-અલગ સાત મોરચાના હોદ્ેદારો, પ્રદેશ ભાજપના સંગઠનના હોદ્ેદારો, કારોબારી સભ્યો, વિવિધ જિલ્લાના પ્રભારીઓ ઉ5સ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ પણ પ્રદેશ ભાજપની કારોબારીમાં હાજરી આપે તેવી સંભાવના નકારી શકાતી નથી.

બેઠકમાં પ્રદેશ મહામંત્રી પ્રદીપસીંહ વાઘેલા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, વઢવાણના ધારાસભ્ય અને જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય કાર્યક્રમો રજૂ કરાશે. કીરીટસીંહ રાણા, પ્રકાશભાઈ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપના મહામંત્રીઓ હીતેન્દ્રસીંહ ચૌહાણ, જયેશભાઈ પટેલ, ધીરૂભાઈ સીંધવ, સહીતનાઓ ઉપસ્થીત રહ્યા હતા.

જાન્યુઆરીએ યોજાનાર પ્રદેશ પ્રદેશની કારોબારીની બેઠક યોજાશે. વરમોરા, પી.કે.પટેલ, શામજીભાઈ શહેરમાં ભવ્યાતી ભવ્ય રોશની મહેમાન બનશે. 2 દિવસ થીમ કરવામાં આવશે. આ ઉપરાંત ઠેરઠેર બેનરો લગાવવામાં આવશે. જયારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. 950થી વધુ ભાજપના મોટા આ પ્રદેશ કારોબારીને લઈને નેતાઓ બે દિવસ સુરેન્દ્રનગરના જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે. જેને પ્રદેશ કારોબારીમાં અનુમોદના આપવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય કાર્યકારિણીમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે. તેને પણ બહાલી આપવામાં આવશે. સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મળી છે.

ઐતિહાસિક સિધ્ધી બદલ પાટીલને અભિનંદન આપતો ઠરાવ પ્રસાર કરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં પ્રથમવાર ભાજપની પ્રદેશ કારોબારી મળી રહી હોય જિલ્લાભરના કાર્યકરોમાં જબ્બરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ કારોબારીનો વિધિવત એજન્ડા આવતીકાલ સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.

પ્રદેશ ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના તમામ 33 જિલ્લા અને 8 મહાનગરો અને ત્યારબાદ મંડલકક્ષાએ કારોબારી બેઠક મળશે. જેમાં પ્રદેશ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા છે. તેને મંજૂરીની મહોર મારવામાં આવશે.

મહેમાનોને ઝાલાવાડી ભોજન પીરસવામાં આવશે

શીયાળાના સમયમાં યોજાતી પ્રદેશ કારોબારીમાં મહેમાનોને ખાસ કરીને ઝાલાવાડી ભોજન રોટલો. રીંગણાનો ઓળો, લીલા ચણાનું શાક સહિતની વાનગીઓ પીરસવામાં આવનાર છે.સુરેન્દ્રનગરમાં સૌપ્રથમવાર યોજાતી પ્રદેશ કારોબારીમાં કેન્દ્રના મંત્રીઓ પણ હાજર રહેનાર છે. જેમાં કેન્દ્રીયના મંત્રીઓ સમક્ષ પ્રથમવાર ભાજપની પ્રદેશ સુરેન્દ્રનગર શહેરમાં કરવામાં વીધાનસભાના નાયબ મુખ્ય દંડક પણ ખાસ કરીને ઝાલાવાડની ભાતીગળ સંસ્કૃતીને લગતા આધારીત સાંસ્કૃતીક કાર્યક્રમો રજુ કરવામાં આવશે.

ઝાલાવાડના મુખ્ય મથકના મહેમાન બનતા ભાજપના નેતાઓ સુરેન્દ્રનગરના કાર્યકરોને જેના માટે કાર્યકરોને 2-2 મહેમાનોની ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અવારનવાર કારોબારીનું આયોજન હતુ. જેમાં કારોબારીના સ્થળ પંડીત ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ પાટીલ, કેબીનેટ મંત્રીઓ સહીત ત્યાં 2 દિવસ આતીથ્ય ભોગવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.