Abtak Media Google News

 

અમદાવાદના ધારાસભ્ય, મહિલા કોર્પોરેટરની શંકાસ્પદ ભૂમિકા બહાર આવી: વિપક્ષ નેતાને ખતમ કરવાની બે મહિલાની વાતચીતમાં ભાંડાફોડ થયો

 

અબતક, રાજકોટ
મહાનગરપાલિકા અમદાવાદમાં વિપક્ષ પદ માટે દાવેદારોની અંદરોઅંદર કુસંપના કારણે ધોરાજીની મહિલા તાંત્રિક હમીદા તાહેરમીયા સૈયદે વાતચીતમાં ખતમ કરવાની, સોપારીની વાતચીતમાં કાળા જાદુના પ્રયોગ હોય ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે ધોરાજી પોલીસ સ્ટેશનની મદદથી 1200 મો સફળ પર્દાફાશ કર્યો હતો. મહિલાએ કબુલાતનામું આપી કાયમી ધતિંગલીલા બંધની જાહેરાત કરી માફી માગી લીધી હતી.

બનાવની વિગતમાં અમદાવાદ મહિલા કોર્પોરેટર અને ધોરાજીમાં કાળા જાદુ કરનારી મહિલા તાંત્રિકની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં ચોંકાવનારી હકિક્તમાં વિપક્ષ પદ માટે બે દાવેદારોમાં ધારાસભ્યની ભલામણ અને વિપક્ષ નેતાને ખતમ કરવા, સોપારી આપી, નિમ્નકક્ષાની વાતચીત, કાળા જાદુથી નુકશાન પહોંચાડવું, કાવત્રું બહાર આવવાની સાથે પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા અંધવિશ્ર્વાસનો ફેલાવો, દહેશત, ભય, ગુમરાહ કરનારી ઘટના લોકો સમક્ષ આવી હતી.
રાજકારણમાં મહિલા તાંત્રિકનો ઉપયોગ કરી ખતમ કરવા સંબંધી ભૂમિકાનો ઘટસ્ફોટ થયો હતો. ધારાસભ્યની પ્રજા પ્રત્યે ફરજની ઉપેક્ષા, સંવિધાન ભંગ સંબંધી હકિક્ત બહાર આવી હતી. બે મહિલાની વાતચીત, હલકી કક્ષાની મનોવૃત્તિથી જાગૃતો હતભ્રત, કાળા જાદુથી સોપારી આપવાની ઘટનાથી રાજકોટ વિજ્ઞાન જાથાના કાર્યાલયે ટેલીફોન ઘંટડી, માહિતીનો સ્તોત્ર મુક્વામાં આવ્યો હતો. જાથાની ભૂમિકા સ્પષ્ટ કરવાનો અવસર આવી ગયો હતો. જેથી જાથાએ સ્થાનિકો કાર્યકરો પાસેથી વિશેષ માહિતી લેવાનો નિર્ણય ર્ક્યો હતો.

ધોરાજીની મહિલા તાંત્રિક હમીદા તાહેરમીયા સૈયદની કુંડળી મેળવતા ચોંકાવનારી હકીક્તમાં આ મહિલા ઉપલેટા રોડ ઉપર મૂર્ગા ફાર્મની સામે રસુલપરામાં પોતાના મકાનમાં સીફલી, ઈલમ, કાળા જાદુથી લોકોના દુ:ખ-દર્દ મટાડવા સાથે અનેક વિધિ-વિધાનથી જોવાનું કામ કરે છે. મહિલા ઈરાકના બગદાદ શરીફ અબ્દુલ કાજીની માળા, દુઆથી તેના નામે ધતિંગલીલા આચરી શારીિરક, માનસિક, આર્થિક શોષણની હકિક્ત બહાર આવી હતી. નબળા મનના લોકોને સીફલીની મદદથી ખોટા નામો આપી અંદરોઅંદર ઝગડો કરાવવો, લાભ-નુકશાન પહોંચાડવું, કાળા દોરા, ટેક રાખવી, ખુલ્લેઆમ આર્થિક છેતરપિંડીથી રોજગારી મેળવવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

અગાઉ અનેક લોકોએ જાથાને હમીદાના કરતૂતો સંબંધી માહિતી આપી હતી. ભય, ડર, સીફલીના કારણે ભોગ બનેલા આગળ આવતા ન હતા. મહિલા તાંત્રિકના પતિનું અવસાન પછી સીફલીથી ખતમ કરવા સુધીની લીલા શરૂ કરી હતી. ધોરાજીના સ્થાનિક કાર્યકરો, ઓડિયોની હકિક્ત આવતા જાથાએ જાત માહિતી મેળવવા રૂબરૂ જવાનું નક્કી ર્ક્યું. ઉજાગર કરી લોકો સમક્ષ સત્ય હકિક્ત મુક્વાનો નિર્ધાર ર્ક્યો. હમીદાની ફાઈલ તૈયાર કરી લીધી.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા અને નાયબ પો. મહાનિરીક્ષક સંદિપસિંહને ફેક્સ મોકલી મહિલા તાંત્રિકના પર્દાફાશમાં ધોરાજી પોલીસ સ્ટેશનના સ્ટાફની માંગણી કરવામાં આવી હતી. જિલ્લા એલ.આઈ.બી.એ ગંભીરતા સમજી અધિકારી પાસે ફાઈલ મુક્તા પોલીસ બંદોબસ્ત સંબંધી આદેશ છુટયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.