Abtak Media Google News

૧૦,૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ પાસેથી હજારો રૂપીયા વસુલી ખોટી માર્કશીટો ધાબડતી ગેંગની ધરપકડ

શિક્ષણના નામે ઠગાઈ કરનાર ત્રણ શખ્સો ગેરકાયદેસર એજયુકેશન બોર્ડ ચલાવતા દિલ્હી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલ શખ્સોના નામ અલ્તાફ રાજા, શંભુનાથ મિશ્રા અને મનોજકુમાર હોવાના અહેવાલો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ ફેક એજયુકેશન બોર્ડના ડિગ્રી સર્ટીફીકેટ ધાબડી ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, છત્તીસગઢ સહિતના રાજયોનાં ૧૦ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓને છેતર્યા છે.

જે લોકો મેટ્રીકસ પાસ નથી કરી શકયા તેવા વિદ્યાર્થીઓને ત્રણેય સામાન્ય ચાર્જ સાથે ખોટી માર્કશીટ પધરાવી દેતા હતા ૯મી સપ્ટેમ્બરના રોજ પોલીસને માહિતી મળી કે રાજા સહિતના લોકો બોર્ડ ઓફ હાયર સેક્ધડરી એજયુકેશનનાં નામે બોગસ શિક્ષણ બોર્ડ ચલાવતા હતા. અને ૫૦૦૦થી ૧૦૦૦૦ ફી લઈને ધો.૧૦ને ૧૨ ની માર્કશીટ વહેચતા હતા દિલ્હીની ડિઈઓ ઓપીસ ખાતે ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

તપાસ દરમ્યાન આ કૌભાંડમાં શંભુનાથ અને મનોજ કુમારની સંડોવણી પણ ખૂલતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્રણેયની ગેંગે બોર્ડની ૨૩ થી પણ વધુ બોગસ વેબસાઈટો ખડકી હતી ૨૦૧૭માં તેની ધરપકડ ખોટા ડિગ્રી સર્ટીફીકેટ વહેચતી વખતે થતા તેને જેલ હવાલે થવું પડયું હતુ પરંતુ જેલથી બહાર આવ્યા બાદ પણ તેણે શિક્ષણના નામે છેતરામણી ચાલુ રાખી હતી. ગેંગ પાસેથી ઢગલાબંધ ખોટી માર્કશીટો, સર્ટીફીકેટ, જવાબવહી, રોલ નંબરની નોંધણી બોર્ડના પ્રશ્નપત્રો સહિતની શિક્ષણ સંબંધીત વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.