Abtak Media Google News

વેસ્ટર્ન આઉટફિટ ડીઝાઈનર કલોથ્સ, ચણિયા ચોલી અને ડીઝાઈનર જવેલરી ઉપલબ્ધ: આશાસ્પદ ડીઝાઈનરોનું બેનમૂન કલેકશન

એક નૂર આદમી, હજાર નૂર કપડા મતલબ કે માણસ એનો એ જ રહે છે પણ તે અવનવા વસ્ત્રો બદલતો રહે છે. રંગીલા રાજકોટ શહેર ખાતે બે દિવસીય ફેશન શો એક્ઝિબિશન ચાલી રહ્યો છે.રાજકોટની ફેશનપ્રિય જનતા માટે અવારનવાર ફેશન એક્ઝિબિશનનું આયોજન થતું હોય છે ત્યારે રાજકોટની જ સેન્ટોસા હોટલ ખાતે આઈએફજેડી ઈન્સ્ટીટયુટ તેમજ નખરે આર્ટ ઈન સ્ટાઈલ સ્ટુડિયો દ્વારા બે દિવસીય ફેશન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ એક્ઝિબિશનમાં વેસ્ટર્ન આઉટફિટ, ડિઝાઈનર કલોથ્સ, નવરાત્રીને લઈને ચણિયા ચોલી, ડિઝાઈનર જવેલરી વગેરે વસ્તુઓ ઉપલબ્ધ છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યાં છે. ત્યારે આ તકે એક્ઝિબિશનના આયોજક હેત્સી શાહે જણાવ્યું હતું કે આ એક્ઝિબિશન દ્વારા હું મારું કલેકશન લોન્ચ કરું છું. મારી પાસે વેસ્ટર્ન આઉટફીટ, નવરાત્રિ માટે, પ્લાઝો, ઘાઘરો, ડ્રેસ મટિરિયલ વગેરે બધી જ પ્રકારનું કલેકશન છે. આ ઉપરાંત અહીં ઉભરતા ડિઝાઈનર્સનું કલેકશન પણ તમને જોવા મળશે.આ તકે શિવાની દત્તાએ જણાવ્યું હતું કે, હું કસ્ટમાઈઝ ડિઝાઈનીંગ કરું છું અને આ એક્ઝિબિશનમાં મારો સ્ટોલ છે. જેમાં જવેલરી, નવરાત્રિને લઈને કલેકશન, કુર્તીઝ વગેરે છે. આ પેલો દિવસ છે. છતાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.આ તકે હર્ષી કરસાગરાએ જણાવ્યું હતું કે, અહીં આ એક્ઝિબિશનમાં અમારું વેસ્ટર્ન કલેકશન રાખવામાં આવ્યું છે. જેમાં ટયુનિકસ, સ્કર્ટ, ટોપ્સનો સમાવેશ થાય છે. બધાએ જ‚રથી એક વાર મુલાકાત લેવી જોઈએ.આ તકે કૃષિલાએ જણાવ્યું હતું કે અમારી પાસે નવરાત્રિને લઈને ડિઝાઈનર કુર્તીઝ, બેન્ગલ્સ, એન્કલેટસ, આર્મસ વગેરે વસ્તુઓ છે. આજે એક્ઝિબિશનના પહેલા દિવસે લોકોનો ખૂબ જ સારો પ્રતિ સાદ જોવા મળ્યો છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.