Abtak Media Google News

તેલીબીયા જણસી ઉપર કમિશન મામલે સમાધાન થતા હડતાલનો સુખદ અંત

૧૦ દિવસોથી સૌરાષ્ટ્રના કુલ રાજકોટ સહિત ૫ માર્કેટ યાર્ડના કમિશન એજન્ટો હડતાલ પર હતા. આ હડતાલ તેલીબીયા સાઈટમ્સ પર વર્ષોથી ૧% કમિશન પર એજન્ટો વેપાર કરી રહ્યા હતા. પરંતુ જીએસટીની અમલવારી થતા તેમની ઉપર ભારણ વધ્યું હતુ જેના કારણે તેઓ દ્વારા માર્કેટ યાર્ડના સતાધીશોને ૧.૫૦% કમિશનની માંગણી તેલીબીયા આઈટમ્સ પર આપવામાં આવે તે પ્રકારનું આવેદન આપવામાં આવ્યું હતુ જેની સામે પ્રથમ તો કોઈ પ્રતિસાદ ન મળતા કમિશન એજન્ટો હડતાલ પર ઉતરી ગયા હતા અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે જે પાંચ માર્કેટ યાર્ડનાં કમિશન એજન્ટો હડતાલ પર હતા તે યાર્ડોમાં રાજકોટ માર્કેટ યાર્ડ, ભેંસાણ માર્કેટ યાર્ડ, મહુવા માર્કેટ યાર્ડ, ધ્રોલ માર્કેટ યાર્ડ અને વાંકાનેર માર્કેટ યાર્ડનો સમાવેશ થાય છે. પરંતુ હવે માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા અને વાઈસ ચેરમેન હરદેવસિંહની સુઝબુઝના કારણે આ હડતાલનો અંત આવ્યો છે. જે ખૂબજ સુખદ અંત છે.આ વિશે માર્કેટ યાર્ડ કમિશન એજન્ટના પ્રમુખ અતુલ કમાણીને પૂછતાં તેમણે જણાવ્યું હતુ કે અમે તેલીબીયાની આઈટમ્સમાં જે વર્ષોથી ૧% કમિશન ચાલતુ આવે છે. હવે આટલા કમિશનમાં તેમણે વેપાર કરવામાં ખૂબજ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે તેમણે ૧.૫૦%નો કમિશનની માંગણી કરતુ આવેદન યાર્ડના સંચાલકોને આપ્યું હતુ પરંતુ કોઈ ખાસ પ્રત્યુતર ન મળતા તેઓએ હડતાલ શ‚ કરી દીધી હતી પરંતુ રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા અને વાઈસ ચેરમેન હરદેવસિંહએ ખૂબજ સારી રીતે આ બાબતને સમજી કોઈને પણ અન્યાય ન થાય તે રીતે ૧.૨૫% કમિશન નકકી કરી યાર્ડની હડતાલનું સુખદ અંત લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જે બાબતે તેમણે ડી.કે. સખીયા તથા હરદેવસિંહનો આભાર માન્યો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.