Abtak Media Google News

બેઘર બનાવ્યા પછી ભાડુ ય ચૂકવ્યું નથી

સંજયનગરની જમીન પર ૧૮૪૧ અસરગ્રસ્તોએ છેડ્યું આંદોલન

ઉકેલ નહીં આવે તો હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાશે: કોર્પોરેટર પરમાર

વડોદરાના વારસીયા સંજયનગર ખાતેથી ઝુંપડપય્ટીના રહેવાસીઓએ ૩૬ મહિને પણ મકાન નહીં મળતા સંજયનગર ખાતે જ ઉપવાસ આંદોલન શ‚કર્યુંછે. બેદિવસથી ધરણા ચાલુ હોવા છતાં કોંગ્રેસ સિવાય એકપણ પક્ષના નેતા કે કાર્યકરે લોકોના હાલ હવાલ જણાવાની કોશિષ કરી નથી. આ મામલે કોંગ્રેસ હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની પણ ચીમકી આપી છે.

વારસીયા સંજયનગર ખાતે આવેલ ઝુપડપટ્ટી આજથી ૩ વર્ષ પહેલા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા તોડી પાડવામાં આવી ત્યારબાદ પીપીપી મોડલથી સંજયનગરના લાભાર્થીઓને ત્યાં મકાન બનાવી આપવાના હતા અને જ્યાં સુધી મકાનના મળે ત્યાં સુધી એમને ભાડું પણ ચૂકવવાનું હતું અને અઢાર માસની અંદર તેમને મકાન બનાવી આપવાના હતા. આજે ૩૬ મહિના થઇ ગયા હોવા છતાં કોર્પોરેશન તથા બિલ્ડર દ્વારા કોઈપણ જાતનું બાંધકામ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી તથા એક પણ ગરીબ લાભાર્થીને મકાન આપવામાં આવ્યું નથી. તદુપરાંત લોકડાઉન છે પછી આજ દિન સુધી એમને ભાડું પણ ચૂકવવામાં આવ્યું નથી જેના વિરોધના ભાગરૂપે ૧૮૪૧ લાભાર્થીઓ છેલ્લા બે દિવસથી સંજય નગરની જમીનમાં ધરણાં ઉપર બેઠા છે. જેની સંભાળ લેવા કોઈપણ પ્રશાસનના અધિકારીઓ કે શાસક પક્ષના નેતાઓ આવ્યા નથી.

Img 20200629 Wa0000

આ ગરીબ લાભાર્થીઓના ધરણા માં કોંગ્રેસ પક્ષ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને આ લાભાર્થીઓને જ્યાં સુધી મકાન આપવામાં નહીં આવે અથવા કોઈ વૈકલ્પિક રહેવાની સુવિધા નહીં આપવામાં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.

આ ગરીબોની વ્હારે કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી એમની સાથે ઉભો છે. ગઇકાલે પણ વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલ વિરોધ પક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સ્થળ ઉપર જઇ તેમની લડતને સમર્થન આપ્યું છે તથા આજે વડોદરા શહેર વિધાનસભાના આગેવાનો વોર્ડ નંબર ૪ના કોર્પોરેટર અનિલભાઈ પરમાર વોર્ડ નંબર ૪ના પ્રમુખ અજયભાઈ સાટીયા પવન ગુપ્તા કિરણ કાપડિયા હરીશ ઓડ સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનો સ્થળ પર જઇ સંજય નગરના લાભાર્થીઓ સાથે ધરણા પર બેઠા હતા. એમને લડતમાં જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ખભે ખભા મિલાવી ઉભા રહેશે. કોર્પોરેટર અનિલભાઈ પરમાર દ્વારા આ લાભાર્થીઓને મકાન આપવામાં નહીં આવે તો હાઈકોર્ટમાં પણ પીઆઇએલ દાખલ કરવાની તૈયારી બતાવી હતી અને લડતમાં સાથે રહેવા બાંહેધરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.