Abtak Media Google News

મોનાલિસાનું અસલી નામ અંતરા વિશ્વાસ છે. તેણે અત્યાર સુધીમાં આશરે 50 ભોજપુરી ફિલ્મ્સમાં કામ કર્યું છે. મોનાલિસાનો જન્મ બંગાળી હિંદુ ફેમિલીમાં થયો હતો. તેના અંકલના કહેવાથી તેણે મોનાલિસા નામ રાખ્યું હતું. મોનાલિસાએ ‘અબ બસ’, ‘એક હી ભૂલ’, ‘મેરી લાઇફ મેં ઉસકી વાઇફ’ અને ‘એક ચતુર નાર’ જેવી અનેક બી ગ્રેડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. મોનાલિસાએ હિંદી અને ભોજપુરી ઉપરાંત બંગાળી, ઉડિયા, કન્નડ, તામિલ અને તેલુગુ ભાષાની ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.

મોનાલિસા ભોજપુરી એક્ટર વિક્રાંત સિંહ સાથે લાંબા સમય સુધી લિવ ઇનમાં રહી હતી. અંતે જાન્યુઆરી 2017માં બન્નેએ રિયાલિટી શો ‘બિગ બોસ 10’ના સેટ પર લગ્ન કરી લીધા હતાં.

મોનાલિસા અને વિક્રાંત ‘સઇયા તુફાની’, ‘મેહરારૂ બિના રતિયા કૈસે કટી’, ‘પ્રેમ લીલા’ જેવી અનેક ભોજપુરી ફિલ્મ્સમાં કામ કરી ચૂક્યા છે. બન્નેની ઓન સ્ક્રિન અને ઓફ સ્ક્રિન કેમિસ્ટ્રી હંમેશા હિટ રહી છે.વિક્રાંત પહેલા મોના મદન નામના એક વ્યક્તિ સાથે લિવ ઇનમાં રહી ચૂકી છે. આશરે 6 વર્ષ સાથે રહ્યા પછી તેમની વચ્ચે અણબનાવ થયો અને લવ સ્ટોરીનો ધ એન્ડ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.