Abtak Media Google News

કૉસ્મેટિક પ્રોડક્ટ્સ ત્વચાના ઉપરના લેયરની જ સંભાળ લે છે, જ્યારે ફેશ્યલમાં જે ચીજો વાપરો એ ત્વચાના ઊંડાણમાં ઊતરી ત્વચાને નાવીન્ય આપે છે. ફેશ્યલ કરવું જરૂરી છે, પણ જો ફેશ્યલ સ્કિનને સૂટ ન થાય તો ત્વચાની હાલત વધુ બગડે છે. અટલે જો પોતાને ખબર ન હોય કે કેવું ફેશ્યલ સૂટ થશે તો એક્સપર્ટ ઓપિનિયન લેવો અને પછી જ ત્વચા સાથે કોઈ અખતરા કરવા. ચાલો, જાણીએ કેવા પ્રકારની ત્વચા પર કેવું ફેશ્યલ યોગ્ય રહેશે.

(1) નૉર્મલથી ડ્રાય સ્કિન

Dry Skin Facial
dry skin facial

જેમની સ્કિન સૂકી હોય તેમને નરિશિંગ ક્રીમનો ઉપયોગ કરીને ફેશ્યલ મસાજ આપવામાં આવે છે. અહીં મૉઇસ્ચરાઇઝરનો ઉપયોગ પણ ખાસ છે. જો તમારી સ્કિન ડ્રાય હોય તો એવું ફેશ્યલ કરાવવું જેનાથી સ્કિનને થોડું ઑઇલ મળતું રહે. તમારા માટે ક્લેન્ઝિંગ, ટોનિંગ અને હાથેથી કે મશીનથી થતા મસાજવાળું નૉર્મલ ફેશ્યલ સૂટેબલ રહેશે. તમારી સ્કિન પર વધુપડતું સ્ક્રબિંગ લગાવવું હિતાવહ નથી કારણ કે એનાથી તમારી સ્કિન વધુ ડ્રાય બની જશે.

(2) નૉર્મલથી ઑઇલી સ્કિન

Oily Skin
oily-skin

જેમની સ્કિન તૈલી હોય તેમના માટે મૉઇસ્ચરાઇઝરવાળી ફેશ્યલ મસાજ ક્રીમ વાપરવી સલાહભર્યું નથી. ઑઇલી ત્વચા માટે કરવામાં આવતા ફેશ્યલમાં ડીપ ક્લેન્ઝિંગ, એક્સફોલિએશન, ટોનિંગ, માસ્ક અને પ્રોટેક્શન જેવાં સ્ટેપ્સનો સમાવેશ થાય છે અને બીજી એક પ્રોસીજરમાં ત્વચામાં રહેલું વધારાનું તેલ કાઢવામાં આવે છે અને રોમછિદ્રોને બંધ કરી દેવામાં આવે છે જેનાથી સ્કિન સૉફ્ટ અને મુલાયમ બને છે. નૉર્મલ અને ઑઇલી સ્કિન માટે પર્લ, સિલ્વર, ગોલ્ડ જેવાં ફેશ્યલ ફાયદાકારક રહે છે.

(3) કૉમ્બિનેશન સ્કિન

Blog4કૉમ્બિનેશન સ્કિનને આમ તો કોઈ પ્રૉબ્લેમ નડતા નથી, પણ આ ત્વચાની સંભાળ થોડી વધારે ધ્યાનથી લેવી પડે છે; કારણ કે આ સ્કિનમાં ઑઇલી અને ડ્રાય એમ બન્ને પ્રકારના ટિશ્યુ હોય છે. ક્લેન્ઝિંગ કર્યા બાદ ત્વચાના સૂકા એરિયાને મસાજ કરવામાં આવે છે અને ત્યાર બાદ ત્વચાનું ટોનિંગ કરવામાં આવે છે. કૉમ્બિનેશન સ્કિન માટે રોઝ બેઝ્ડ ટોનર વાપરવું યોગ્ય રહેશે. તમારા માટે પ્લૅટિનમ ફેશ્યલ, જેમ થેરપી જેવા સ્કિનને વધુ ઇમ્પ્રૂવ કરનારાં ફેશ્યલ ફાયદો કરે છે. ક્રીમ પણ વિટામિનથી ભરપૂર હોય એવું વાપરવું.

* ફેશ્યલના ફાયદાઓ *

ફેશ્યલમાં થતા મસાજને કારણે ત્વચા અને ચહેરાના સ્નાયુઓ ટોન્ડ રહે છે જેના લીધે ત્વચાની ઇલૅસ્ટિસિટી વધે છે અને રિલૅક્સ થવાય છે.

ફેશ્યલથી બ્લડ સક્યુર્લેશન વધે છે અને ચહેરાના ટિશ્યુ સ્ટ્રૉન્ગ બને છે જેના લીધે સ્કિન પણ સારી રહે છે.

પ્રોફેશનલ ક્લેન્ઝિંગ, એક્સફોલિએટિંગ અને ટોનિંગ એ ફેશ્યલનો જ ભાગ છે અને એટલે જ આ ટ્રીટમેન્ટથી ત્વચાની યુવાની કાયમ રહે છે.

ફેશ્યલથી વૃદ્ધત્વ પાછળ ધકેલાય છે અને ત્વચા પર કરચલી, ફાઇન લાઇન્સ જેવી તકલીફ થતી નથી. એના લીધે સ્કિન પણ સૉફ્ટ રહે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.