Abtak Media Google News

ત્રણ ફાયર ફાઈટરના બંબા ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો: જાનહાની ટળી

શહેરમાં ઢેબર રોડ પર આવેલા નગીન બસ સર્વિસ સ્ટેશનમાં એકાએક આગ ભભૂકિ ઉઠતા અફરા તફરી મચી જવા પામી હતી. આગની જાણ ફાયર સ્ટેશન પર થતાં ફાયરના જવાનો અને ત્રણ પાણીના બંબા સાથે સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ શોર્ટ-સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

Advertisement

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઢેબર રોડ પર આવેલા નગીન બસ સ્ટેશન સર્વિસમાં શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ ભભુકતા જી.જે.૩ ડબલ્યુ ૯૮૬૧, જી.જે.૦૩ એડબલ્યુ ૯૯૪૬ અને જી.જે.૩ એ.એકસ ૦૨૪૨ નંબરની બસો સાથે એક જીપ અને રાજદુત મોટર સાયકલ સહિતના વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર ફાયટરના જવાનો ત્રણ પાણીના બંબા સાથે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી જાનહાની ટળી હતી. સર્વિસ સ્ટેશનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગ્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.