Abtak Media Google News

ગઢડા મંદિરના પૂર્વ ચેરમેન કોઠારી સ્વામીને તડીપાર કરવામાં આવ્યા છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે 2 વર્ષ માટે તડીપાર કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સિવાય એસ.પી. સ્વામી, ઘનશ્યામ વલ્લભદાસ 6 જિલ્લામાં તડીપાર થયા છે. કોર્ટે તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટમાંથી તડીપારનો આદેશ કર્યો છે. સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાંથી પણ તડીપાર કરાયા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને બે વર્ષ માટે તડીપારનો હુકમ કરાયો છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા એસ.પી. સ્વામી અને સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીને 6 જિલ્લામાંથી હદપાર રહેવાનો હુકમ કરાયો છે. બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ નહિ કરવા હુકમ કરાયો છે.

જો હુકમ કરેલ 6 જિલ્લામાં એસ.પી.સ્વામી અને સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી પ્રવેશ કરશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવાનો હુકમમાં ઉલ્લેખ કરાયો છે. હદપાર ન હુકમ સામે જો વાંધો રજૂ કરવો હોય તો હુકમની તારીખ 31 મે થી 30 દિવસમાં રાજ્ય સરકારમાં અપીલ કરી શકાશે.

દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદTemple Swa
ગઢડા ગોપીનાથજી મંદિરમાં છેલ્લા ઘણા સમયથી દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ સર્જાઇ રહ્યો છે. મંદિરમાં પુજા અર્ચના કરવા માટે બન્ને પક્ષો વચ્ચે અવાર નવાર માથાકુટ થતી હોવાનું જાણવા મળી રહ્યું છે. દેવપક્ષ ચુંટણી જીત્યા બાદ આચાર્ય પક્ષના લોકોને મંદિરમાં પૂજા કરવા પર પણ રોક લગાવી હોવાનું અને રહેણાંક સ્થળ પર કબજો જમાવાતા પ્રયત્નમાં આચાર્ય પક્ષના સાંખ્યયોગી મહિલાને માર માર્યાનું પણ સામે આવી રહ્યું છે.

ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરમાં 16 વર્ષે ચૂંટણી થઈ હતી. મે 2019માં થયેલી ચૂંટણીમાં દેવપક્ષની જીત થઈ હતી અને આચાર્યપક્ષની હાર થઈ હતી. કુલ 7 બેઠકો પર ચૂંટણી થઇ હતી, જેમાં પાંચ બેઠકો પર દેવપક્ષે જીતીને ઉલટફેર કર્યો હતો.

2003થી ગોપીનાથજી મંદિર પર આચાર્યપક્ષ સત્તા હતી અને, ચૂંટણી થઈ જ ન હતી. ગોપીનાથજી મંદિરમાં ચૂંટણીનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરી હતી અને, ચૂંટણીના આદેશ આપ્યા હતા. આચાર્યપક્ષ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીએ પણ સમર્થન આપ્યું હતું.

ચૂંટણીમાં આચાર્ય પક્ષને હરાવીને દેવપક્ષે મંદિરનું સંચાલન સંભાળ્યું હતું. 22મી નવેમ્બર જનરલ મીટીંગ યોજાવાની હતી, પરંતુ મીટીંગ થઇ શકી ન હતી. ચેરીટી કમિશનરે જનરલ મીટીંગ માટે એજન્ડા પણ બહાર પાડ્યો હતો. ચેરીટી કમિશનરે આચાર્ય પક્ષના ત્રણ ટ્રસ્ટીઓને તરફેણમાં ઠરાવ પસાર કર્યો હતો. કરોડો રૂપિયાની ઉચાપત થઇ હોવાનું એસ.પી સ્વામીએ આક્ષેપ કર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.